ભારતની અર્થવ્યવસ્થાએ બીજી ત્રિમાસિક અવધિ (જુલાઈ–સપ્ટેમ્બર)માં ઉત્તમ પ્રદર્શન કર્યું છે. આ સમયગાળામાં દેશની GDP વૃદ્ધિ 8.2 ટકા નોંધાઈ છે, જે અર્થશાસ્ત્રીઓના અંદાજ કરતાં ઘણી ઊંચી છે. છેલ્લા 18 મહિનામાં આ સૌથી તેજ વૃદ્ધિ માનવામાં આવી રહી છે.
પાછલા ક્વાર્ટર કરતાં વધુ વૃદ્ધિ
એપ્રિલ–જૂન ત્રિમાસિક અવધિમાં GDP 7.8 ટકા વધ્યો હતો, જ્યારે આ ક્વાર્ટરમાં વૃદ્ધિ દર વધુ મજબૂત રહ્યો. ગ્રાહક ખર્ચમાં વધારો અને ઉત્પાદન ક્ષેત્રની મજબૂત ગતિએ આ વૃદ્ધિને સહારો આપ્યો છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં સેવાઓ ક્ષેત્રે 9.2 ટકા અને ઉત્પાદન ક્ષેત્રે 9.1 ટકા વૃદ્ધિ હાંસલ કરી. નાણાકીય, રિયલ એસ્ટેટ અને વ્યાવસાયિક સેવાઓ વિભાગમાં પણ 10.2 ટકાનો વિકાસ નોંધાયો.
GST દરમાં ઘટાડાનો પ્રભાવ
22 સપ્ટેમ્બરથી 375થી વધુ વસ્તુઓ પર GST દર ઘટાડ્યા બાદ તેમનો આંશિક પ્રભાવ આ ત્રિમાસિક અવધિમાં જોવા મળ્યો છે. નિષ્ણાતો માનતા છે કે તેનો મોટો અસર આગામી ક્વોર્ટર (ઓક્ટોબર–ડિસેમ્બર)ના GDP આંકડાઓમાં સ્પષ્ટ જોવા મળશે.
PM મોદી અને સરકારની પ્રતિક્રિયા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ GDP વૃદ્ધિને “ઉત્સાહજનક” ગણાવી જણાવ્યું કે દેશ યોગ્ય દિશામાં આગળ વધી રહ્યો છે. તેમણે કહ્યું કે સરકાર નાગરિકોના Ease of Living ને વધુ મજબૂત બનાવવા અને સુધારાઓને ઝડપથી અમલમાં મૂકવા પ્રતિબદ્ધ છે.
સરકાર દ્વારા જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે 2025-26ના બીજા ક્વાર્ટર માટે GDP આંકડા IIP સાથે જાહેર થવાના હોવાથી ઓક્ટોબર 2025 માટેના IIP ડેટાના પ્રકાશનની તારીખ બદલી દેવામાં આવી છે. હવે આ આંકડા 1 ડિસેમ્બર 2025ના રોજ સાંજે 4 વાગ્યે જાહેર થશે.
અમદાવાદના વટવા લેક વિસ્તારમાં AMCની મેગા કાર્યવાહી: 420 રહેણાક મકાનોનું જમીનદોસ્તીકરણ
WhatsApp Group Join Now રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના માલિકીના તળાવો આસપાસના ગેરકબજાઓ દૂર કરીને તળાવોનું પુનઃવિકાસ કાર્ય ચાલી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ 20 …
ચૂંટણી પંચનું મોટું નિવેદન: દેશના 6 રાજ્યોમાં SIR પ્રક્રિયાની સમયમર્યાદા હવે વધુ લંબાવવામાં આવી
WhatsApp Group Join Now દેશમાં ચાલી રહેલી SIR કામગીરી અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે. ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશ અને તમિલનાડુ સહિત છ રાજ્યોમાં SIR પ્રક્રિયાની સમયમર્યાદા વધારવાનો નિર્ણય …






