IPO ફ્રોડ કેસમાં ભાવનગર NSUI પ્રમુખ અર્શમાન બલોચની ધરપકડ

Mehul

November 30, 2025

WhatsApp Group Join Now

અમદાવાદમાં સાયબર ક્રાઇમ બ્રાંચે એક મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે, જેમાં ભાવનગર જિલ્લા NSUI પ્રમુખ અર્શમાન બલોચને ઝડપાયો છે. સાયબર ક્રાઇમ સંબંધિત ફરિયાદોમાં તેમનું નામ બહાર આવતા તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા.

માહિતી મુજબ, અમદાવાદ સાયબર ક્રાઇમે IPO ઇન્વેસ્ટમેન્ટ સાથે જોડાયેલા મોટા છેતરપિંડી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. રોકાણ કરાવવાની આડમૂખી વાતો કરીને આરોપીએ લોકો સાથે લગભગ 47.50 લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી. તેણે અલગ અલગ એજન્ટો મારફતે અનેક બેંક ખાતા ખોલાવી તેમાં પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા.

તે ઉપરાંત ધંધુકાના NSUI સાથે જોડાયેલા એક વ્યક્તિના માધ્યમથી કુલ 11 બેંક એકાઉન્ટ પણ મેળવ્યા હોવાનું બહાર આવ્યું છે. આ સમગ્ર મામલામાં કુલ 27 જેટલી ફરિયાદો નોંધાઈ ચૂકી છે. તપાસમાં આ પણ સામે આવ્યું છે કે આરોપીએ અત્યાર સુધીમાં અંદાજે 1.50 કરોડ રૂપિયા જેટલું કમિશન મેળવ્યું હતું.

Leave a Comment