લાલા ફિલ્મના શૂટિંગના ઘરના માલિકની દુર્વસ્થા – 100 કરોડની કમાણી છતાં હાલત યથાવત

લાલા ફિલ્મ સુપરહિટ, પરંતુ શૂટિંગના ઘરનો દુઃખદ સચ્ચાઈ
આ લાલા ફિલ્મનું શૂટિંગ જે ઘરની અંદર થયું એ ઘરના માલિકની સ્થિતિ હજુ પણ એવીને એવી જ છે હજુ પણ આજની તારીખે આર્થિક સ્થિતિ નબળી છે અને ઘરમાં ખાવા ખાવાના ફાફા છે. ગુજરાતી ફિલ્મ લાલાએ 100 કરોડ રૂપિયાની કમાણી કરી અને માત્ર ગુજરાતમાં નહીં માત્ર દેશમાં નહીં પરંતુ આખી દુનિયાની અંદર આ ફિલ્મની ચર્ચા ચાલી રહી છે અને ફિલ્મના એક્ટરો ડિરેક્ટરો બધાખુશીથી ઉછળી રહ્યા છે પરંતુ નવાઈની વાત એ છે કે જે આ લાલા ફિલ્મનું શૂટિંગ જે ઘરની અંદર થયું એ ઘરના માલિકની સ્થિતિ આજે પણ ખરાબ છે.
વાણંદ ડેલીનું ઘર અને શૂટિંગ દરમ્યાનનો અનુભવ
આ ઘર લાલાની ડેલી તરીકે ફેમસ બન્યું પરંતુ ઘરના માલિકની હાલત ખરાબ છે. તેઓએ જણાવ્યું કે બે દિવસ કહ્યું હતું પરંતુ 15 દિવસ શૂટિંગ થયું અને એક રૂપિયો પણ મળ્યો નહીં. શૂટિંગ વખતે તો સ્ટારકાસ્ટ અને ડિરેક્ટર માસી માસી કહીને ખૂબ માન આપતા હતા.
ઘરના માલિક ભાવનાબેનની હાલત અને પરિવારીક પરિસ્થિતિ
માલિક ભાવનાબેન વાજા છે, જેમને પેરાલિસીસ અને બ્રેન સર્જરી જેવી ગંભીર પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું છે. પતિ અને 23 વર્ષના દીકરાની મજૂરીએ ઘર ચાલે છે. તેમની આર્થિક અને શારીરિક બંને સ્થિતિ નબળી છે.
ટીમનો પ્રતિભાવ અને નૈતિક પ્રશ્ન
અસિસ્ટન્ટ પ્રોડ્યુસરે કહ્યું કે એ સમયે મદદ કરી હતી અને તેઓ ફરી મળવા જશે. પરંતુ પ્રશ્ન એ છે કે 100 કરોડ કમાવનાર ટીમે શ્રીકૃષ્ણના નામે ફિલ્મ બનાવી અને જ્ઞાન આપ્યું પરંતુ વાસ્તવિક જીવનમાં કરુણા કેમ દેખાઈ નહીં?
શ્રીકૃષ્ણ, સુદામા અને નરસિંહ મહેતાના દાખલા
ભગવાન શ્રીકૃષ્ણ કોઈ તકલીફમાં હોય તો પૂછ્યા મૂક્યા વગર મદદ કરે છે—સુદામા, દ્રૌપદી, નરસિંહ મહેતાના અનેક દાખલા છે. એ પ્રમાણે ફિલ્મ ટીમે પણ માનવતાનો મૂલ્ય સમજવું જોઈએ.
અંતિમ સંદેશ – હજુ પણ મદદ કરી શકાય
જ્યાં શૂટિંગ થયું એ ઘરના પરિવારને મદદ કરવી એ માનવતાનું કામ છે. હજુ પણ ફિલ્મ ટીમ પાસે તક છે કે તેઓ જઈને મદદ કરે અને એક સારી જિંદગી આપી શકે.