દેશમાં ચાલી રહેલી SIR કામગીરી અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે. ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશ અને તમિલનાડુ સહિત છ રાજ્યોમાં SIR પ્રક્રિયાની સમયમર્યાદા વધારવાનો નિર્ણય લીધો છે.
નવી દિલ્હીમાં ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ, તમિલનાડુ અને ગુજરાતમાં હવે 14 ડિસેમ્બર સુધી ફોર્મ ભરવાની મુદત વધારીને 19 ડિસેમ્બર સુધી કરવામાં આવી છે. જે પછી 19 ડિસેમ્બરે ડ્રાફ્ટ મતદાર યાદી પ્રકાશિત થશે.
મધ્યપ્રદેશ અને છત્તીસગઢ માટે SIR પ્રક્રિયા 18 ડિસેમ્બર સુધી ચાલવાની હતી, પરંતુ હવે તેને 23 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે. આ રાજ્યોમાં ડ્રાફ્ટ યાદી 23 ડિસેમ્બરે જારી થશે.
ઉત્તર પ્રદેશમાં પણ અંતિમ તારીખમાં ફેરફાર કરીને 26 ડિસેમ્બરથી વધારીને 31 ડિસેમ્બર કરવામાં આવી છે અને મતદાર યાદી 31 ડિસેમ્બરે બહાર પડશે.
ગુજરાત અને તમિલનાડુ બંનેમાં પહેલાં 14 ડિસેમ્બર, 2025 છેલ્લી તારીખ હતી, પરંતુ ચૂંટણી પંચે વધારાના પાંચ દિવસ આપીને હવે 19 ડિસેમ્બર, 2025 સુધી ફોર્મ સબમિટ કરી શકાશે.
મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને આંદામાન-નિકોબાર ટાપુઓમાં અંતિમ તારીખ 18 ડિસેમ્બરથી વધારીને 23 ડિસેમ્બર, 2025 કરવામાં આવી છે.
ગોવા, પોંડિચેરી, લક્ષદ્વીપ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં આજે ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ છે, અને 16 ડિસેમ્બરે ડ્રાફ્ટ યાદી જાહેર થશે—આ રાજ્યોની તારીખોમાં કોઈ ફેરફાર નથી.
કેરળમાં પણ અગાઉ નક્કી કરેલી તારીખ મુજબ 18 ડિસેમ્બરે ફોર્મ સબમિશન અને 23 ડિસેમ્બરે ડ્રાફ્ટ યાદી પ્રકાશનની પ્રક્રિયા યથાવત રાખવામાં આવી છે.

અમદાવાદના વટવા લેક વિસ્તારમાં AMCની મેગા કાર્યવાહી: 420 રહેણાક મકાનોનું જમીનદોસ્તીકરણ
WhatsApp Group Join Now રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના માલિકીના તળાવો આસપાસના ગેરકબજાઓ દૂર કરીને તળાવોનું પુનઃવિકાસ કાર્ય ચાલી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ 20 …
હવે આધાર કાર્ડ WhatsApp પરથી સરળતાથી ડાઉનલોડ કરી શકશો, જાણો કઈ રીતે
WhatsApp Group Join Now અધાર કાર્ડ ભારતીય નાગરિકો માટે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે અને તેના વગર ઘણી સરકારી અને ખાનગી સેવાઓ મેળવી શકતા નથી. બેંક ખાતું ખોલવું હોય, હોટલ બુકિંગ …






