ભાણવડ તાલુકામાં ખેડૂતોની સમસ્યા ગંભીરભાણવડ તાલુકોમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી હાલમાં માત્ર બે કેન્દ્રો પરથી કરવામાં આવી રહી છે, જેના કારણે ખરીદી પ્રક્રિયા ખૂબ ધીમી ચાલી રહી છે. આ મુદ્દે ભાણવડ તાલુકા પ્રમુખ દ્વારા કલેક્ટરશ્રી, દેવભૂમિ દ્વારકાને આવેદનપત્ર આપીને ખેડૂતોની મુશ્કેલીઓ રજૂ કરવામાં આવી છે.
આંકડાઓએ ઉઠાવ્યા પ્રશ્નોઆવેદનપત્રમાં રજૂ કરાયેલા આંકડાઓ મુજબ ભાણવડ તાલુકામાં ૧૫,૦૦૦ આસપાસ ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયેલું છે, જ્યારે હાલ સુધી માત્ર સાડા સાત હજાર મેટ્રિક ટન મગફળી જ ટેકામાં ગઈ છે. રોજના માત્ર ૧૪૦થી ૧૫૦ ખેડૂતોની જ ખરીદી થતા સમગ્ર પ્રક્રિયા લાંબી ખેંચાય તેવી સ્થિતિ ઊભી થઈ છે.ખેડૂતો પર વધતું આર્થિક દબાણમગફળી વેચાણમાં વિલંબ થવાથી ખેડૂતોને ટ્રેક્ટર ભાડું, જંતુનાશક દવાઓના બાકી બિલ, રવિ પાકના બિયારણ તેમજ ઘરખર્ચ જેવી જરૂરી ચૂકવણીઓમાં મુશ્કેલી પડી રહી છે.
ખાસ કરીને છેલ્લી તારીખે ઓનલાઈન થયેલા ખેડૂતોને સૌથી વધુ આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.બે નવા ખરીદી કેન્દ્રોની માંગઆ સ્થિતિને ધ્યાનમાં રાખીને તાલુકા પ્રમુખે ટેકાના ભાવે મગફળી ખરીદી માટે બે નવા કેન્દ્રો તાત્કાલિક શરૂ કરવાની સ્પષ્ટ માંગ કરી છે, જેથી ખરીદી પ્રક્રિયા ઝડપી બને અને ખેડૂતોને સમયસર ન્યાય મળી શકે.

પોરબંદર–જામનગર રસ્તાનો પુલ બંધ: સ્થાનીક લોકોએ જાતે જ બનાવ્યો નાનો પુલ
WhatsApp Group Join Now પોરબંદર–જામનગર માર્ગ પર આવેલો મુખ્ય પુલ છેલ્લા કેટલાક સમયથી ખરાબ હાલતમાં હોવાને કારણે બંધ કરી દેવામાં આવ્યો છે. આ પુલ બંધ થતા વાહન વ્યવહાર પર ગંભીર …
ગુજરાત પર કુદરતી આફત? માવઠાને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
WhatsApp Group Join Now ગુજરાતમાં હાલમાં ઠંડીની અસર જોવા મળી રહી છે, પરંતુ આવનારા દિવસોમાં હવામાન અચાનક બદલાઈ શકે છે. રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ફરી એક વખત …






