
જગદીશભાઈ મહેતા ઉપર ધડાધડ ધડાધડ એફઆઇઆર ઉપર એફઆઈઆર એફઆઈઆર ઉપર એફઆઈઆર ચાલુ થઈ ગઈ એક બાજુ પટ્ટાવાળી હાલે છે પટ્ટા ઉતારી લેવાની વાત છે એક બાજુ પટ્ટા મારવાની વાત છે આ બધાની વચ્ચે મારે તમને બે શબ્દો કહેવા છે પણ એ પહેલા હું મારી તબિયતના સમાચાર આપી દઉં ધીમે ધીમે સારું થતું આવે છે ઘણું સારું થઈ ગયું છે હમણાં સુધી હું બિલકુલ મેડિકલ રેસ્ટ ઉપર એટલે કે આરામ ઉપર હતો એટલે લગભગ ઘણી બધી ઘટનાઓમાં હું કઈ બોલ્યો નથી કે મેં કઈ લખ્યું નથી શરૂઆત કરવી છે જગદીશભાઈ મહેતાના ઉપર થયેલી એફઆઈઆરના વિષયથી.
દોસ્તો ગુજરાતમાં હમણાં હમણાં જે બે ઘટનાઓ बनी એ બંને ઘટનાઓને એકબીજા સાથે લેવા દેવા છે જનતાએ બહુ ગંભીરતાથી જાણવું ખૂબ જરૂરી છે એક ઘટના કે જગદીશભાઈ ઉપર ફટાફટ ફટાફટ એફઆઈઆરો થઈ ગઈ એક ઘટના કે જીગ્નેશ મેવાણીએ ત્યાં દારૂ અને ડ્રગ્સના વિરુદ્ધમાં જે કાંઈ પણ ચર્ચા કરી એને લઈને ગુજરાતની ભાજપની આખી ટોળકી અને ભાજપના આખા ગૃહમંત્રી બંને લોકો જે છે એ જીગ્નેશ મેવાણી ઉપર રીતસરના તૂટી પડ્યા આ બંને ઘટનાને એકબીજા સાથે એવી રીતે લેવા દેવા છે કે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર એ પોલીસના ડરની પાછળથી ચાલે છે…
એટલે કે આમ જનતા ભાજપથી નારાજ તો ખૂબ છે અનેક જગ્યાએ જનતાને તકલીફ પડી રહી છે પણ જનતા નથી બોલતી એનું એકમાત્ર કારણ છે કે લોકોને પોલીસથી ડરાવીને રાખ્યા છે અને ખાલી જનતાને જ પોલીસથી ડરાવીને રાખ્યા છે એવુંય નથી પોલીસને પોલીસથી ડરાવેલા છે પીઆઈ હોય કોન્સ્ટેબલ એસઆઇ હેડ કોન્સ્ટેબલ આ બધાને ભાજપની સરકારે ડરાવ્યા છે કે તમે જો ભાજપની સરકાર કહેશે એમ નહીં કરો તો બદલી થઈ જશે સસ્પેન્ડ થઈ જાશે તમને આમ કરી નાખશું તેમ કરી નાખશું એટલે કુલ મળીને આખા ગુજરાતમાં ડરનું સામ્રાજ્ય છે…
ભાજપની સત્તા નથી ડરની સત્તા છે હજારો લોકોએ બોલવું છે અવાજ ઉઠાવવો છે અને એટલો બધો ગુસ્સો છે કે ક્યારેક ક્યારેક તો મારી લેવાનું મન હજારો લોકોને થતું ત હશે ખરાબ રોડ માર્ગો ઉપર જ્યારે વાહનો લઈને પબ્લિક નીકળે ત્યારે મનમાં તો એટલો બધો ગુસ્સો આવતો હશે કે એકાદો ભાજપવાળો અથવા કોઈ એવો રોડ વિભાગનો કોઈ ભ્રષ્ટાચારી સાહેબ મળી જાય તો મારી મારીને ભૂત કરી દેવો એવો અનેક લોકોને વિચાર આવતો હશે પણ ડરના કારણે નથી બોલી શકતા…