Jitu Vaghani એ ખેડૂતો માટે કરી જાહેરાત.. ખાતરની અછત હોવાનું સ્વિકારી શું કહ્યું જુઓ ? 

Mehul

December 3, 2025

WhatsApp Group Join Now

Jitu Vaghani એ ખેડૂતો માટે કરી જાહેરાત.. ખાતરની અછત હોવાનું સ્વિકારી શું કહ્યું જુઓ ? ગુજરાતની અંદર જે કમોસમી વરસાદ આવ્યો અને કમોસમી વરસાદથી જે પાકને નુકસાન થયું છે અને એ જ સંદર્ભે ગુજરાત સરકાર દ્વારા 10,000 કરોડ રૂપિયાનું જે રાહત પેકેજ છે તે જાહેર કરવામાં આવ્યું અને એ પછી ખેડૂતો રાહ જોઈને બેઠા છે કે ક્યારે એમના ખાતામાં પૈસા આવે પરંતુ હવે અડધા ખેડૂતો એવા છે કે જેમના ખાતામાં આ સહાય પહોંચી ગઈ છે. હજુ કેટલા ખેડૂતો બાકી છે કે જેમના ખાતામાં સહાય મળવાની એમને બાકી છે અને આ સાથે જ જે ગુજરાતની અંદર અલગ અલગ જિલ્લાની અંદર ખાતરની અચ્છત જોવા મળી રહી છે હવે તે જ બાબતે આજે વિગતે ચર્ચા કરવી છે કે ખેડૂતોને ખાતર ક્યારે મળવાનું છે.

નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યુઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. સામાન્ય રીતે આપણે જોઈ રહ્યા છીએ કે ગાંધીનગરની અંદર દર બુધવારે કેબિનેટની બેઠકનું આયોજન થતું હોય છે અને આ જ કેબિનેટની બેઠકની અંદર જીતુ વાઘાણી છે તેમણે જ્યારે એક વાતચીત કરી છે. ખેડૂતો મુદ્દે તેમણે વાત કરી અને કહી દીધું કે લગભગ 29 લાખ જેટલી અરજીઓ એમની પાસે આવી છે. ઘણા ખરા ખેડૂતો એવા છે કે જેમના ખાતામાં પૈસા જઈ રહ્યા છે. ઘણા ખેડૂતો બાકી પણ છે કારણ કે ધીમે ધીમે આ પ્રોસેસ થઈ રહી છે. ઘણા બધા ફોર્મ છે તે અત્યારે સ્કૂટીની કરવામાં આવ્યા છે જેથી કરીને ખેડૂતોને ઝડપથી પૈસા પણ મળી જાય.

પણ આ બધાની વચ્ચે એમણે જવાબ એ પણ આપ્યો છે કે ગુજરાતની અંદર અત્યારે જે ખાતરની અછત ઊભી થઈ છે એટલે કે એક સામટો જે ઘસારો આવ્યો એટલા માટે સરકાર છે ખાતર આપવા માટે પહોંચી નથી વળती પણ હવે ખેડૂતોને ક્યારે ખાતર મળવાનું છે અને ક્યારે ખેડૂતોને જે સહાય બાકી છે તે મળવાની છે તે પણ સાંભળીએ. એની કેટલીક માહિતી હું આપના ધ્યાને મૂકવા માગું છું કે આજ સુધી સહાય મેળવવા માટે 29 લાખ જેટલી અરજીઓ ત્યાં આવી છે. 11 લાખ જેટલી અરજીઓ એ સ્કૂટીની થઈને ફાઇનલ પણ થઈ ગઈ છે.

આજ દિન સુધી 4.91 લાખથી વધુ નુકસાનગરસ ખેડૂતોને સહાય આપવાનું પણ શરૂ થયું છે. 1497.71 કરોડના બિલો પણ એ તૈયાર થઈ ચૂક્યા છે. આથી વધારાના લગભગ 3.39 લાખથી વધુ નુકસાન ખેડૂતોના ખાતામાં આશરે 1098 કરોડથી વધારાની સહાય એ ચૂકવાઈ ગઈ છે. મારા આપના ધ્યાને વિનમ્રભાવે મૂકવું છે કે હજી એ ફોર્મ મેળવવાનું શરૂ છે, ફોર્મ ભરવાનું શરૂ છે, જેમ ખૂબ ઝડપથી જીઆર કર્યો સાત દિવસમાં એ જ પ્રમાણે ફોર્મ ભરાય પછી સ્કૂટિની થાય એ પછી આના ખાતામાં પૈસા આપવામાં આવે.

આમાંથી ખૂબ મોટો સુધાર કરીને હજી શરૂ છે અને જેના ફોર્મ નુકસાન ખેડૂતોને મળવા પાત્ર સહાય છે એને આટલી મોટી રકમ જોપાણી હોય તો ગુજરાત રાજ્યમાં ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં પહેલી વખત આ પ્રકારની ઝડપથી કાર્યવાહી એ કરવાનો પ્રયાસ કર્યો છે ને એમાં સફળ પણ થયા છે. પોર્ટલ પણ સ્લો હોય છે, દસ હજાર કરોડનું પેકેજ છે દિવસો જ વધારે ન જાય એમના માટે એને પણ અપગ્રેડ કરવાની સૂચના મારા વિભાગે આપી છે. મેં ચર્ચાઓ કરી છે, ડીએસટી વિભાગે મને જણાવતા આનંદ થાય છે કે ગઈકાલ સુધી 500 કરોડ ચોકવાના હતા પણ ગઈ કાલે અપગ્રેડ કર્યું તો સીધા જ 1100 કરોડ રૂપિયા ટોટલ એટલે 400 કરોડ રૂપિયા જ બોપર સુધીમાં અપાઈ ગયા.

હજી પણ અપગ્રેડની કાર્યવાહી કરીએ છીએ એટલે અમારો અંદાજ છે કે ખૂબ ઝડપથી એ રોજે રોજ એમને પૈસા મળતા થાય જેનાથી ખેડૂતોને એ ઉપયોગી થઈ શકે એવો પ્રયાસ પણ અમે કર્યો છે અને તબક્કાવાર ખેડૂતોની સહાય પણ મેં કહ્યું એ પ્રકારે ખાતામાં આપવાનું શરૂ થઈ ચૂક્યું છે.

મારા ધ્યાનમાં જ્યારે જ્યારે પણ ખાતરની તકલીફો આવી છે. આપના ટીવીના માધ્યમથી પણ આવી છે તરત જ અમે સોલ્વ કરવાનો પ્રયાસ કર્યો છે. બે ત્રણ જગ્યા ઉપર આપ કયો છો એ વાત સાચી હતી પણ અમે પહેલેથી જ થોડું મેનેજમેન્ટ કર્યું હોવાથી વ્યાપક પ્રમાણમાં આ તકલીફો નથી રહી. પણ જ્યાં જ્યાં તકલીફ પડે છે ત્યાં મેં મારા વિભાગને સૂચના આપી છે અને તરત એની રેન્ક પહોંચે નજીકમાં જ એ રહે એના માટેની વ્યવસ્થા કરી છે.

સૌ ખેડૂત મિત્રોને પણ વિનંતી છે મારી બધાને જોઈએ એ પ્રકારનું ખાતર મળી જવાનું છે રાજ્ય પાસેની ઉપલબ્ધતા છે આનો પ્રેસનોટ પણ અમે આપી છે. પણ એક સાથે ક્યારે ઘસારો થાય તો આ પ્રકારનો પ્રોબ્લેમ ન આવે એના માટેની પણ અમારું ડિપાર્ટમેન્ટે ચિંતા કરી.

થેન્ક્યુ જીતુ વાઘાણીને. સવાલ કરવા માંગીએ છીએ કે સાહેબ આવું હર વખતે થાય છે આ એક વર્ષની વાત નથી. ખેડૂતોનો ઘસારો હર વખત હોય છે. હર વખતે ખેડૂતોને ખાતરની જરૂર શિયાળામાં તાતી પડતી હોય છે પરંતુ તમે ક્યારે આપો છો એ પણ સવાલ છે કારણ કે લાઈનમાં હજુ પણ ખેડૂતો ઊભા છે. તમને ખબર ના હોય તો તમે અલગ અલગ જિલ્લામાં તમે તમારા જે ખેતીવાડી અધિકારી છે જે જગ્યા ને ડેપોમાં બેસાડ્યા છે જે ખાતર વિતરણ કરી રહ્યા છે એમને પણ તમે પૂછી લો કે તમારા ખેડૂતો હેરાન કેટલા થાય છે.

રાત્રે 3 વાગે લાઈનમાં ઊભું રહેવું પડે છે તેમ છતાં ખાતર નથી મળતું. સહાય સમયસર મળી જશે તો પછી ખાતરના પૈસા પણ તેઓ સમયસર તમે સરકારને આપી શકશે એટલા માટે તમે પણ એમને સમયસર ખાતર આપો એટલી જ વિનંતી છે. આ બધાની વચ્ચે ખેડૂતોને હવે ક્યાંક ખાતર મળવા જઈ રહ્યું છે તેવા પણ સંકેતો અત્યારે મળી રહ્યા છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યુઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહી. નમસ્કાર.

Leave a Comment