પોરબંદર–જામનગર માર્ગ પર આવેલો મુખ્ય પુલ છેલ્લા કેટલાક સમયથી ખરાબ હાલતમાં હોવાને કારણે બંધ કરી દેવામાં આવ્યો છે. આ પુલ બંધ થતા વાહન વ્યવહાર પર ગંભીર અસર પડી છે અને રોજિંદા મુસાફરોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.
સ્થાનીક લોકોની મુશ્કેલી વધી, વિકલ્પ તરીકે જાતે જ બનાવ્યો નાનો પુલ
પુલ બંધ હોવાથી ગામલોકોને રોજિંદા પરિવહનમાં મોટી મુશ્કેલી ઊભી થઈ હતી. અનેક વાર રજૂઆતો છતાં તંત્રની તરફથી કોઈ ઝડપભર્યું પગલું ન લેતા સ્થાનીક લોકોએ જાતે જ એક નાનો કાચો પુલ બનાવી તાત્કાલિક વ્યવસ્થા ઉભી કરી છે.
આ નાનો પુલ લોકોને થોડોક રાહત તો આપે છે, પરંતું ભારે વાહનો માટે યોગ્ય નથી.
કોંગ્રેસ પ્રમુખ Mukesh bhai vavanotiya ની દખલ
સ્થાનિક લોકોની મુશ્કેલી અંગે માહિતી મળતા કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ વવાણોતિયાએ તરત જ અધિકારીઓને ફોન કરીને ચર્ચા કરી.
તેમણે તંત્રને પુલની મરામતનું કામ ઝડપથી શરૂ કરવાની માંગણી કરી છે, જેથી લોકોના દૈનિક જીવન અને વ્યવસાય પર પડી રહેલી નકારાત્મક અસર ઓછું થાય.
તંત્ર સામે પ્રશ્નચિહ્ન
સ્થાનિક લોકોનો પ્રશ્ન એ છે કે, જ્યારે સમસ્યા ઘણા સમયથી જાણીતી છે, ત્યારે મરામત કાર્યમાં આવી મોડાશા કેમ? લોકો કહે છે કે જો તેઓ જાતે જ કાચો પુલ બનાવી શકે છે, તો તંત્ર સ્થાયી ઉકેલ કેમ આપી શકતું નથી?
સ્થાનિકોની આશા—કામ ઝડપથી શરૂ થાય
હવે તમામની નજર તંત્ર તરફ છે કે પુલની મરામત ક્યારે શરૂ થશે. લોકો આશા રાખે છે કે અધિકારીઓ તરત જ કાર્ય શરૂ કરીને મુસાફરોને રાહત આપે.
ગુજરાત પર કુદરતી આફત? માવઠાને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
WhatsApp Group Join Now ગુજરાતમાં હાલમાં ઠંડીની અસર જોવા મળી રહી છે, પરંતુ આવનારા દિવસોમાં હવામાન અચાનક બદલાઈ શકે છે. રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ફરી એક વખત …
ખંભાળીયામાં જલારામ અન્નપૂર્ણા ગૃહ ચેરી. ટ્રસ્ટ દ્વારા જીવન જરૂરીયાતની કીટનું વિતરણ કરાયું
WhatsApp Group Join Now જામખંભાળીયા, તા. 13શહેરમાં મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે રઘુવંશી સેવા સંસ્થા શ્રી જલારામ અન્નપૂર્ણા ગૃહ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માનવતાભર્યું સેવાકાર્ય હાથ ધરવામાં આવ્યું. ટ્રસ્ટ દ્વારા શહેરના 100 …







