સિસ્ટમ લોપ્રેશરમા ફેરવાય વરસાદની આગાહી | Low Pressure Banyu Paresh Goswami

નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિ દ્વારા આપણે આ બંગાળની ખાડીની સિસ્ટમ મોન્સુન ઓફસોટર અને એને કારણે જે વરસાદ પડી રહ્યા છે અને હજુ કેટલા વિસ્તારમાં વરસાદ પડશે કઈ તારીખ સુધી પડશે એ તમામ વિષયની ચર્ચા કરવાની છે પણ સૌપ્રથમ હું આપને એ જણાવી દઉ ઘણા બધા ખેડૂત ભાઈઓએ જે દવા છાંટવાનું ડ્રોન લેવા માટે ઈચ્છા વ્યક્ત કરી હતી અને આઈ ખેડૂત પોર્ટલ ઉપર જે અરજી કરી હતી એ અરજીઓમાં પણ ઘણા બધા ખેડૂતભાઈઓને હવે આઈ ખેડૂત પોર્ટલ તરફથી કોલ આવતા હશે એમને જે સબસીડી માટે માન્ય ગણ્યા હશે એવા તમામ ખેડૂતભાઈઓ હવે જો ડ્રોન ખરીદવા માંગતા હોય તો ડ્રોનમાં પણ ઘણા બધા આવે છે પણ જે મલ્ટીજેએનએસએસ ટેકનોલોજી વાળું ને આજના જમાનાનું આધુનિક જે ડ્રોન છે એના વિશે અમે ઘણા સમય પહેલા એક વિડીયો મૂકેલો હતો ને એ વિડીયો પણ આ વીડિયોના અંતમાં સાઈડમાં બતાવવાનું છે દરેક મિત્રોએ આ વિડિયોના અંતમાં વિડીયો જોઈ લેવાનો છે. ડ્રોન ખરીદતા હોય તો એગ્રી ઓનનું જે કૃષક ટુઆઈ ડ્રોન આવે છે એ ડ્રોન ખરીદવાનો આગ્રહ રાખો જે ક્વોલિટી વાઈઝ અને સર્વિસ વાઈઝ આપણા માટે ખૂબ સારું છે.

હવે જે વાત કરવાની છે વરસાદની આમ જોવા જઈએ તો મોન્સુન્રપ સક્રિય છે એ સાથે જે બંગાળની ખાડીની જે સિસ્ટમ આવી એ સિસ્ટમ આમ તો ડિપ્રેશન સુધી મહારાષ્ટ્રમાં પહોંચી ગુજરાતમાં આવીને એક વખત ડિપ્રેશન હતી પણ ત્યાર પછી ગઈકાલથી સિસ્ટમ ધીમે ધીમે નબળી પડવાનું ચાલુ થયું છે આજે વહેલી સવારે એ સિસ્ટમ નબળી પડીને વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થઈ હતી અને અત્યારે અમારું લાસ્ટ પ્રિડિકશન છે ત્યાં સુધી એ સિસ્ટમ હવે વેલમાર્ક લો પ્રેશરથી પણ નબળું પડી અને લો પ્રેશર બની ચૂકી છે આ લો પ્રેશર છે એ અત્યારે મધ્યપ્રદેશ રાજસ્થાન અને જે ગુજરાતની બોર્ડરો એકઠી થાય છે ત્યાં છે એટલે કે અરવલ્લી ઉદયપુરના જે દક્ષિણ ભાગો અને મધ્યપ્રદેશના જે ભાગો છે એ ભાગો ઉપર અત્યારે સ્થિર થઈ છે અને આ સિસ્ટમના જે સિયર ઝોન હોય છે એ ગુજરાતના મોટા ભાગના વિસ્તારો ઉપરથી પસાર થઈ રહ્યો છે જેમાં ખાસ કરીને જોવા જઈએ તો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધીમાં સારો એવા વરસાદનું પરફોર્મન્સ જોવા મળ્યું અનેક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયા સૌરાષ્ટ્રમાં માં પણ જે બોટાદ અથવા તો આપણે કહી શકાય ભાવનગર સુરેન્દ્રનગર મોરબી એમાં સારા એવા વરસાદ પડ્યા છે બીજા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ ઓછું છે.

હવે આવનારા દિવસમાં વાત કરવા જઈએ તો હજુ આ સિસ્ટમ છે બે દિવસ સુધી ગુજરાતમાં સારી એવી અસર કરશે આવતી કાલે 2 ઓગસ્ટ અને પરમ દિવસે 3 ઓગસ્ટ બે દિવસ સુધી હજુ પણ ગુજરાતમાં સારું એવું વરસાદનું પરફોર્મન્સ જોવા મળશે જેમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર હવે આવનારા બે દિવસ સુધી વરસાદની તીવ્રતા વધુ રહેશે બીજા વિસ્તારમાં તીવ્રતા ઓછી રહેશે જો કે આમ તો ગુજરાતના તમામ વિસ્તારની અંદર આ રાઉન્ડમાં પણ પાકને એક પિયત આપી શકાય એવો વરસાદ તો થઈ જ ચૂક્યો છે પણ હવે જે વરસાદ પડવાના છે એની તીવ્રતા છે એ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં રહેવાની છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર રાજકોટ, જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી જેવા વિસ્તાર છે એમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના જે ભાગો છે એટલે કે દ્વારકા જામનગર પોરબંદર છે એમાં કોઈ મોટા વરસાદ છે એ હવે બે દિવસમાં થવાના નથી આ એક ચોક્કસ છે કે આવતી કાલે એટલે કે 2 ઓગસ્ટના રોજ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ચોક્કસથી વરસાદનું પરફોર્મન્સ જોવા મળશે પણ ભારે વરસાદ નહીં હોય સામાન્યથી હળવો મધ્યમ વરસાદ હશે કહી શકાય કે અડધા ઇંચ થી લઈને એક ઇંચ અમુક જગ્યાએ 2 ઇંચ આસપાસ વરસાદ વરસી શકે છે એટલે આ પ્રકારનું પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા પોરબંદર કે જામનગરનું પરફોર્મન્સ રહેવાનું છે એટલે ઓલ ઓલ ઓવર જોવા જઈએ તો ઓલ ઓવર ગુજરાતમાં વરસાદનું પરફોર્મન્સ સારું રહ્યું પશ્ચિમ સૌરાષ્ટ્ર હજુ પણ નબળા છે નબળા છે એની પાછળનું પણ કારણ છે કે અરબ સાગરના જે ઉત્તર ભાગો છે કચ્છ અને જે પશ્ચિમ સૌરાષ્ટ્રથી પશ્ચિમના જે વિસ્તારો છે એટલે કે પાકિસ્તાન બોર્ડરે આવેલા વિસ્તારો છે એ સમુદ્રી જે પવનો છે એ ગરમ પવનોને કારણે સિસ્ટમ છે એ બાજુ નથી પહોંચી રહી અને જેને કારણે આ વિસ્તારો છે હજુ પણ નબળા રહ્યા છે અને આવતી કાલે બે તારીખ અને પરમ દિવસે ત્રણ તારીખે થોડું ઘણું વરસાદ નું પરફોર્મન્સ ત્યાં જોવા મળશે બાકી કચ્છ હોય ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય દક્ષિણ ગુજરાત હોય સૌરાષ્ટ્રના બીજા વિસ્તાર હોય તમામ વિસ્તારમાં અત્યાર સુધીમાં વરસાદનું પરફોર્મન્સ સારું છે આવતી કાલેબે તારીખ અને પરમ દિવસે ત્રણ તારીખ એમ બે દિવસ સુધી હજુ વરસાદનું પરફોર્મન્સ સારું રહેશેચાર તારીખથી આ સિસ્ટમ છે આપણા ધીમે ધીમે દૂર જશે એટલે ચાર અને પાંચ તારીખે પછી હળવા સામાન્ય મધ્યમથી છૂટા છવાયા ઝાપટાઓ અને હળવા વરસાદનું પરફોર્મન્સ ચાર અને પાંચ તારીખે જોવા મળે અને તે પછીથી આપણું વાતાવરણ છે એ સંપૂર્ણ ખુલ્લું થાય પછી નવી સિસ્ટમ ક્યારે આવશે ને ક્યારથી જ બીજો નવો રાઉન્ડ આવશે એ નેક્સ્ટ વીડિયોમાં માહિતી આપવામાં આવશે પણ શરૂઆતમાં મેં આપને જણાવ્યું હતું આ સાઈડમાં વિડીયો દેખાયને ટચ કરીને જશો એટલે દવા છાટવાના ડ્રોન વિશેની સંપૂર્ણ માહિતી મળી જશે દરેક મિત્રોએ આ વિડીયોને લાઈક આપી દરેક ગ્રુપમાં શેર કરવો YouTube ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો સાથે ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો નમસ્કાર