Manav Kalyan Yojana Stutus Check | માનવ કલ્યાણ યોજના અરજીનું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું ?

મિત્રો માનવ કલ્યાણ યોજના વર્ષ 2024 માટેના ઓનલાઇન ફોર્મ ભરવાના હવે માત્ર બે દિવસ જ બાકી છે તો જેમને પણ ફોર્મ ભરવાનું છે એ ભરી લેજો અને જે લોકોએ ફોર્મ ભરી દીધું છે એનું અરજી ફોર્મ મંજૂર થયું છે કે ના મંજૂર એ કેવી રીતના જોઈ શકાય એ હું તમને આ વીડિયોમાં બતાવવાનો છું અને મિત્રો જો અરજી ફોર્મ ના મંજૂર થયું હોય તો હજી તમને એક મોકો મળશે કે તમારા ફોર્મમાં તમે સુધારો કરી શકો છો અને ફરી પાછું તમે છેલ્લી તારીખ પહેલા જમા કરી શકો છો તો તમારે એકવાર અરજીનું સ્ટેટસ ચેક કરી લેવું એ પહેલા મિત્રો વીડિયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો

માનવ કલ્યાણ યોજના 2024 ફોર્મ અને સ્ટેટસ ચેક

તો મિત્રો સૌથી પહેલા તમારે આ ઈ કુટીરની વેબસાઈટ ઉપર આવી જવાનું છે આ વેબસાઈટની લીંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ પહેલા તમે આ આખો વિડીયો જોજો અને પછી તમે આ લીંક ખોલજો તો ઇકોની આ રીતના વેબસાઈટ છે આમાં તમને આ જગ્યાએ આ રીતના ઓપ્શન દેખાશે જેમાં તમારે બીજો ઓપ્શન યોર એપ્લિકેશન સ્ટેટસ એના પર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારી સામે આ રીતના સ્ક્રીન આવી જશે

હવે મિત્રો આ જગ્યાએ તમારે અરજી નંબર નાખવાનો છે તમે જે આ યોજનામાં ફોર્મ ભર્યું હતું એનો તમને એક અરજી નંબર આપવામાં આવ્યો છે અને આ રીતના એક પ્રિન્ટ પણ આપવામાં આવી છે તો જેમાં તમારે અહીંથી અરજી નંબર કોપી કરી લેવાનો છે અને તમારા મોબાઇલમાં પણ આનો મેસેજ આવ્યો હશે તો એ અરજી નંબર કોપી કરીને આ જગ્યાએ લખી લેવાનો છે ત્યાર પછી બાજુમાં જન્મ તારીખ લખવાની છે આધાર કાર્ડમાં જે જન્મ તારીખ હોય એ લખવાની છે ત્યાર પછી બાજુમાં વ્યુ સ્ટેટસનું બટન જોવા મળશે એના પર ક્લિક કરવાનું છે

અરજી સ્ટેટસ કેવી રીતે જોવું

તો ત્યારબાદ તમને તમારી અરજીનું સ્ટેટસ જોવા મળશે જેમાં તમને તમે જે ઓનલાઇન ફોર્મ ભર્યું એ ફોર્મ ક્યાં જમા થયું છે એ તમને આ જગ્યાએ જોવા મળશે જેનું પૂરેપૂરું એડ્રેસ લખેલું હોય છે. ત્યારબાદ નીચે તમને તમારી અરજીનું સ્ટેટસ જોવા મળશે કે તમારી અરજી ક્યાં સુધી પહોંચી છે એ જોવા મળશે. તો મિત્રો મેં જે ફોર્મ ભર્યું હતું એ ડીઆઈસી સરકારી અધિકારી પાસે ગયું છે અને એમની પાસે હજી પડતર પડ્યું છે એટલે કે હજુ એમને ચેક નથી કર્યું. હવે એ અધિકારી મારી અરજી ચેક કરશે. એમને આ અરજી ફોર્મ બરાબર લાગે તો એ અરજીને મંજૂર કરશે અને આગળ મોકલશે.

ફોર્મ મંજૂરી અને ડ્રો લિસ્ટની પ્રક્રિયા

તો એવી રીતના આ તમારું ફોર્મ આ ચાર અધિકારીઓ પાસે જાય છે ત્યારબાદ તમારું ફોર્મ મંજૂર થશે અને બધામાં આ રીતના લીલા ટપકા થઈ જાય એટલે સમજવાનું કે તમારી અરજી મંજૂર થઈ ગઈ છે હવે તમારી અરજી મંજૂર થઈ જાય એટલે તમારે એવું નહીં સમજવાનું કે તમને સાધન સહાય મળી જ જશે તો મિત્રો અરજી મંજૂર થાય એટલે તમારે રાહ જોવાની છે આ ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરી થાય ત્યારબાદ છ સાત મહિના પછી એક ડ્રો લિસ્ટ બહાર પાડવામાં આવશે એ ડ્રો લિસ્ટમાં તમારું નામ છે કે નહીં એ તમને જાણ કરવામાં આવશે તમને મેસેજ અથવા તમને ને ફોન કરશે કે તમારું નામ ડ્રો લિસ્ટમાં આવી ગયું છે અને સોશિયલ મીડિયામાં જાહેરાત પણ કરશે કે ડ્રો લિસ્ટ આવી ગયું છે અને ત્યારબાદ તમારે તમારા મોબાઇલમાં એક એપ ઇન્સ્ટોલ કરવી પડશે ઈ કુટીર નામની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેવાની છે એ એપમાં તમને એક ક્યુઆર કોડ આપવામાં આવશે જો તમારું નામ એ ડ્રો લિસ્ટમાં આવે તો જ તમને એ ક્યુઆર કોડ આપવામાં આવશે અને ક્યુઆર કોડ બતાવીને જ તમને જે તે સાધન સહાય મળશે

તો મિત્રો આ રીતના તમે આ ફોર્મ ભર્યું એની પ્રોસેસ છે આમાં કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો વિડિયોને લાઈક કરી દેજો અને વીડિયોને તમારાવટસપ ગ્રુપમાં મોકલજો ,