એક વરસાદે પાણી માપી લીધું છે. આપણું કે આપણી વ્યવસ્થા, આપણું તંત્ર, આપણી સરકાર, આપણી બધા મોટા મોટા દાવા અને શેખીયો મરવાની આદત એ કેટલા પાણીમાં છે?
રેડ અલર્ટ કયા વિસ્તારમાં છે? આખા ભારતનો નકશો છે અને આમાંથી તમે જો કોઈપણ વિસ્તારમાં છો. ગુજરાતમાં જ અત્યારે હાઈ અલર્ટ છે, રેડ અલર્ટ છે. સૌથી વધારે વરસાદ આખા દેશમાં ક્યાંય પડી રહ્યો હોય તો એ ગુજરાતમાં છે.
ગુજરાતમાં અત્યારનું વરસાદી પટ્ટો
એમાં હું આ તમને નાવ કાસ્ટ બતાવી રહી છું એટલે કે અત્યારે આ ક્ષણે કઈ જગ્યાએ વોર્નિંગ આપવામાં આવેલી છે. તો આખો આજે પટ્ટો છે. એટલે તમે અત્યાર સુધી વારો હતો દક્ષિણ ગુજરાત. ગુજરાતનો દક્ષિણ ગુજરાત પરથી વાદળો ખસતા હટતા ત્યાં તીવ્રતા થોડી ઓછી થતા અમદાવાદ સુધી આવ્યા. અમદાવાદમાં પણ વરસાદ વરસી રહ્યો છે છેલ્લા થોડા કલાકથી. વિરામ છે, બ્રેક છે પણ એ સિવાય હવે બાકીના બધા વિસ્તારો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત આ બાજુ પૂર્વનો આખો પટ્ટો એનો વારો છે.
પંચમહાલના ગોધરામાં બહુ જ વરસાદ છે. સૌરાષ્ટ્ર અને કચ્છનો એ હિસ્સો જે બાકી રહી ગયો હતો ત્યાં વરસાદ આવવાની શરૂઆત થવાની છે. કચ્છમાં બહુ લાંબા સમયથી વરસાદ ન હતો જ્યાં છે. અત્યારે તો ત્યાં રેડ અલર્ટ છે. અમદાવાદ સહિત જવાના રસ્તા પર એ જ પ્રકારની સ્થિતિ છે.
લો પ્રેશર સિસ્ટમ અને સેટેલાઈટ ઈમેજ
હું વિંડીની આગાહી પણ તમને બતાવું અને આ સેટેલાઈટ ઈમેજીસ છે જે અલગ અલગ સમયે કરવામાં આવી છે કેપ્ચર. એટલે એના પરથી તમને વાદળો જે થોડા મુવ થતા દેખાશે એના પરથી પણ તમને સમજાશે કે કઈ જગ્યાએ આખું આ પ્રેશર અથવા સિસ્ટમ બનેલી છે. જે બહુ જ બધા વાદળ દેખાતા હતા એ અત્યારે સેન્ટર [નસકોરા બોલાવે છે] છે અહીંયા. કેમ કે એક લો પ્રેશર સિસ્ટમ બની છે ગુજરાતની ઉપર અમદાવાદની આજુબાજુના વિસ્તારોમાં. અને એને કારણે અહીંયા આજે તમને કાળા ડીબાંગ વાદળો અને વીજળી થતી દેખાશે.
એ આખા ભારતમાંથી સૌથી વધારે વરસાદ અત્યારે ગુજરાતમાં વરસી રહ્યો છે. સાબરકાંઠા હોય, બનાસકાંઠા હોય, પંચમહાલ હોય, મહીસાગર થોડી અસરથી રેડ અલર્ટની અસરથી થોડું બચેલું છે પણ છતાંય અચાનક જ છૂટા છવા હિસ્સાઓમાં ખૂબ વધારે વરસાદ થવાનો છે. દાહોદ, છોટા ઉદયપુરમાં પણ ભારે વરસાદની આગાહી છે. વડોદરાએ પણ અલર્ટ પર રહેવાનું છે.
ને એમાંય શહેરોએ તો એટલા માટે અલર્ટ પર રહેવાનું છે કેમ કે કરોડો માણસો રહે છે પણ વ્યવસ્થાના નામે મીંડુ છે. સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ એ નામનો શબ્દ આપણે ત્યાં ડિક્શનરીમાં નથી. અને એટલે જ આ વાદળોના આધાર પર તમે જોઈ રહ્યા છો કે બધા જ વાદળો ખેંચાઈને અહી આવી રહ્યા છે અને શું કામ આવી રહ્યા છે.
પણ હું તમને બતાવું રેન અને થંડરની એક્ટિવિટી અને પવનોના આધાર પર પણ તમને સમજાશે. આ રેડ અલર્ટ છે અને અહીંયા તમને દેખાતું હશે કે પવનો બધા જ આમ ગોળ ગોળ ગોળ ગોળ ફરી રહ્યા છે. એનું કારણ કે એક લો પ્રેશરની સિસ્ટમ બને જ્યારે પણ. એટલે કોઈ એક જગ્યાએ જ્યારે દબાણ બહુ ઓછું થાય, તાપમાન બહુ વધારે હોય, ગરમી વધારે હોય. તાપમાન દબાણને ઉલટો સંબંધ છે. દબાણ ઘટે લો પ્રેશર બને, બધા જ પવનો આકર્ષાઈને આવે. અને એ સિવાયના પણ બહુ બધા પરિબળો છે કે જેને અસર કરી છે ગુજરાતના આ વાતાવરણ અને આ સ્થિતિ.
રાજકોટમાં પણ બહુ જ ભારે વરસાદ છે. એટલે આ રાજકોટ, મોરબી, અમદાવાદ, સુરેન્દ્રનગરનો આખો આ પટ્ટો બહુ જ વરસાદ છે. અહીંયા કચ્છમાં પણ એના પ્રવેશદ્વાર પર વધારે વરસાદ છે.
આ સિસ્ટમ આ તો અત્યારની વાત છે પણ આગળ વધતી જશે. એટલે આખા દિવસ દરમિયાન એની જે ગતિ બદલાય છે એના પર પણ તમે નજર કરશો તો તમને સમજાશે કે વરસાદ હવે અલગ અલગ જગ્યાએ પોતાની અસર બતાવવાનો છે. અમદાવાદમાં બપોર પછી પણ ફરીથી વરસાદની સંભાવનાઓ છે. ગાંધીનગર, ભાવનગરની આજુબાજુ પણ, સુરેન્દ્રનગરની આજુબાજુ, આ કચ્છમાં ફરી એકવાર દક્ષિણ ગુજરાતમાં. એટલે આ રીતે આ સિસ્ટમ છે બદલાતી જશે. લો પ્રેશર શિફ્ટ થતું જશે અને જેમ જેમ એ ઉપર જાય છે એટલે ઉદયપુર બાજુ જાય છે એમ એના જે આ પવનો છે બહારના એ આઉટરવિન જેમ જેમ આવે એમ વધારે વરસાદ લઈને આવે.
એટલે હજી આવતીકાલે પણ વરસાદ છે ઉત્તર ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં, બાકીના બધા વિસ્તારોમાં. બે દિવસ માટે હવે સ્થિતિ થોડી ચિંતાજનક થવાની છે. કેવી રીતે એને મેનેજ થાય છે આખું એના પર બધો જ આધાર રહેવાનો છે.
તો આ જિલ્લાઓમાંથી ક્યાંય પણ તમે છો તો અલર્ટ પર રહો, ધ્યાન રાખો અને જ્યાં જ્યાં તમને એવું લાગે છે કે વરસાદમાં તમે અટવાયેલા છો સીધો સંપર્ક કરો તંત્રનો તમારે ત્યાં અને મદદ કરવાનો પ્રયત્ન કરો. કેમ કે આ સમય એવો છે કે કેટલા માણસો હોય એમ પણ તંત્રની પાસે આપણે જે તંત્ર કે સરકાર કહીએ છીએ બધાની પાસે લિમિટેડ વ્યવસ્થાઓ છે. માણસોએ જ એકબીજાને મદદ કરવાની છે.
ખબર પડે કે ઊંડું પાણી છે તો બાઈક ન નાખો. એવું લાગે કે આગળ ગાડીઓ નથી જઈ રહી તો પછી તમે ના ના એમની નથી નીકળી પણ મારી નીકળી જશે એમ કરીને ન નાખો.
કાલે અમદાવાદ આવતા એક પરિવાર આખો એમની કાર તણાઈ ગઈ પાણીમાં અને ચાર માણસોના મૃત્યુ થયા. માણસોના મૃત્યુ આ રીતે કુદરતી અકસ્માતોમાં થાય એ બહુ જ દુર્ભાગ્યપૂર્ણ અને પીડાદાયક તસ્વીરો છે. આપણે બધા એનાથી બચીને રહીએ એવી અપેક્ષા.