અમદાવાદમાં સોલા પોલીસે એસ.જી. હાઇવે પર કાર્યવાહી કરી ટ્રકમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી લીધો છે. ગુપ્ત બાતમીના આધારે કરવામાં આવેલી રેડ દરમિયાન ટાઇલ્સ બનાવવાના પાવડરના કટ્ટાઓની નીચે છુપાવવામાં આવેલો વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે અંદાજે રૂ. 19.07 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ આરોપીઓને ધરપકડમાં લીધા છે.
મળતી વિગતો મુજબ, સોલા પોલીસને માહિતી મળી હતી કે એક ટ્રક વૈષ્ણોદેવી બ્રિજ તરફથી વિદેશી દારૂ ભરીને સરખેજ તરફ આગળ વધી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે સોલા બ્રિજ પાસે વોચ ગોઠવી ટ્રક અટકાવી તપાસ શરૂ કરી હતી. ટ્રકમાં સવાર ત્રણ વ્યક્તિઓએ પોલીસને જણાવ્યું હતું કે તેઓ ટાઇલ્સ બનાવવા માટેનો પાવડર મોરબી લઈ જઈ રહ્યા છે. જોકે શંકા જતા પોલીસે કેટલાક કટ્ટા હટાવી તપાસ કરતાં તેની નીચે પ્લાસ્ટિકના બોક્સમાં છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો.
પોલીસે ટ્રકમાંથી કુલ 228 બોટલ વિદેશી દારૂ, ટ્રક, ત્રણ મોબાઇલ ફોન અને 800 પાવડરના કટ્ટા મળી કુલ રૂ. 19,07,080નો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ મામલે પોલીસે રાજસ્થાનના રહેવાસી કૈલાશચંદ્ર ધનપાલ કોટેડ, જીવતરામ કાવા ઔતા અને અલ્પેશ બંસીરામ મીણાની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ ખુલાસો કર્યો છે કે દારૂનો જથ્થો રાજસ્થાનના ખેરવાડાથી હીરા કલાસવા દ્વારા મોકલવામાં આવ્યો હતો અને તે મોરબી પહોંચાડવાનો હતો. હાલ સોલા પોલીસે દારૂ મોકલનાર અને મંગાવનાર સામે ગુનો નોંધાવી વધુ તપાસ શરૂ કરી છે.
અમદાવાદના માર્ગો પર પ્રદૂષણનો ખતરો : તંત્રની નજર સામે જ ‘સ્વચ્છતા’ના લીરેલીરા
WhatsApp Group Join Now Pollution in Ahmedabad : અમદાવાદના હાટકેશ્વર સહિતના પૂર્વ વિસ્તારોમાં હાલમાં પ્રદૂષણનો ખતરો ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે, જ્યાં મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની ઝોનલ કચેરી અને અર્બન હેલ્થ …
અમદાવાદના વટવા લેક વિસ્તારમાં AMCની મેગા કાર્યવાહી: 420 રહેણાક મકાનોનું જમીનદોસ્તીકરણ
WhatsApp Group Join Now રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના માલિકીના તળાવો આસપાસના ગેરકબજાઓ દૂર કરીને તળાવોનું પુનઃવિકાસ કાર્ય ચાલી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ 20 …




