એફસીઆઈના ડાયરેક્ટરની ખોટી ઓળખ આપી રાજ્યભરમાં નોકરી આપવાનું કોભાંડ આચરનાર માસ્ટરમાઈન્ડ ઝડપાયો. હાલોલ ગ્રામ્ય પોલીસે આરોપી ભરત પરમારને હાલોલ ગોધરા બાયપાસથી ઝડપી પાડ્યો. આરોપી ભરત પરમારે ઓએનજીસીમાં નોકરી આપવાના નામે યુવકોને શિકાર બનાવી 68 લાખની છેતરપિંડી આચરી. છેતરપિંડી આચરવા માટે આરોપીએ એફસીઆઈના નકલી લેટર પેડ અને નિમણૂક પત્ર પણ બનાવ્યા હતા. આરોપી પાસેથી 15 જેટલી પાસબુકઆઠ મોબાઈલ સહિતના કેટલાક જરૂરી દસ્તાવેજો કબ્જે કરી અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સામેવાળા જે ભરતભાઈ કનુભાઈ પરમાર છે
એફસીઆઈના ડાયરેક્ટરની ખોટી ઓળખ આપી 68 લાખની ઠગાઈ કરનાર માસ્ટરમાઈન્ડ ઝડપાયો
રહેવાસી કંજરીના તેમની સાથે પરિચય થયેલો અને આ જે ભરતભાઈ કનુભાઈ પરમાર જે આરોપી છે એમને એવી પોતાની ઓળખ એફસીઆઈમાં ડાયરેક્ટર તરીકેને આપી અને એવું કરેલું કે મારે બધા જ વિભાગોમાં સરકારી જેટલા વિભાગો છે એ તમામ ખાતાઓમાં પણ ઓળખાણ છે અને હું તમને નોકરી અપાવી દઈશ એટલે આ કામના જે ફરિયાદી મનુભાઈ છે એમને એમના દીકરાને નોકરી ઓએનજીસીમાં અપાવા માટે થઈ અને વાતચીત કરેલી જે અનુસંધાને એમણે આરટીજીએસથી તેમજ રોકડા અને ચેકથી કુલ 7,78,950 રૂપિયા નોકરી અપાવા માટેના પેટે લીધેલા હતા અને એ અનુસંધાને એમને કોલ લેટર્સ ઓફર કરેલો હતો જે કોલ લેટર્સ થયા પછી પણ કોઈ ઇન્ટરવ્યુ એવું ના આવ્યું એટલે એમને એમને વેમ ગયો જે બાકીના જે સાયદો છે એમના પણ કુલ ટોટલ 68 લાખ રૂપિયા આ રીતે હાલ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે કે એમને 68 લાખ રૂપિયાનું વિશ્વાસઘાત કરી ઠગાઈ કરી લીધેલી