સ્વાગત છે તમારું માર્કેટ બુલેટીનમાં. એક આઈપીઓ કાલથી શરૂ થાય છે એકસાગોન ન્યુટ્રીશન આઈપીઓ અને એક આઈપીઓ કાલ પૂરો થાય છે સીએમઆર ગ્રીન. તો સીએમઆર ગ્રીનના આઈપીઓ વિશે આપણે વિડીયો મૂકી દીધો છે, તમે વિડીયો ના જોયો હોય તો ખાસ જોઈ લેજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ખાસ કરી લેજો.
Key Details at a Glance
| Particulars | Details |
| IPO Date | 5 to 9 Jun, 2026 |
| Price Band | ₹42 to ₹45 per share |
| Lot Size | 333 Shares |
| Total Issue Size | up to ₹138.87 Cr |
| Minimum investment | ₹14,985 |
| Fresh Issue | Nil |
| Offer for sale (OFS) | 100% OFS (existing shareholders exiting) |
| Grey Market Premium (GMP) | ₹11.5 (~25.56%) |
હેક્સાગોન ન્યુટ્રીશન શું કરે છે?
ચાલો વધુ વાતના કરતા શરૂઆત કરીએ. હેક્સાગોન ન્યુટ્રીશન લિમિટેડ કંપની વિશે ટૂંકમાં માહિતી મેળવી લઈએ. ઝડપથી કંપની મુખ્યત્વે ન્યુટ્રીશન એટલે કે પોષણ ક્ષેત્રે કાર્યરત કંપની છે જે માઈક્રો ન્યુટ્રીન્ટ પ્રીમિક્સ, ક્લિનિકલ ન્યુટ્રિશન પ્રોડક્ટ અને કન્ઝ્યુમર વેલનેસ પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે.
કંપની તેના કુલ વ્યાપારનો સૌથી મોટો ઈસરો આશરે 51% પ્રીમિક્સ ફોર્મ્યુલેશન સેગમેન્ટમાંથી મેળવે છે જેનો ઉપયોગ ફૂડ ફોર્ટિફિકેશન એટલે કે ખોરાકમાં પોષક તત્વો ઉમેરવા માટે થાય છે. કંપની વૈશ્વિક સ્તરે મોટું નેટવર્ક ધરાવે છે અને તેના ઉત્પાદનો 75 થી વધુ દેશોમાં એક્સપોર્ટ થાય છે. જેમાં યુનાઇટેડ નેશન્સ જેવી મોટી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને વિદેશી ડિસ્ટ્રીબ્યુશન તેના મુખ્ય ગ્રાહકો સામેલ છે.
IPO Lot Size
Investors can bid for a minimum of 333 shares and in multiples thereof.
| Application | Lots | Shares | Amount |
|---|---|---|---|
| Retail (Min) | 1 | 333 | ₹14,985 |
| Retail (Max) | 13 | 4,329 | ₹1,94,805 |
| S-HNI (Min) | 14 | 4,662 | ₹2,09,790 |
| S-HNI (Max) | 66 | 21,978 | ₹9,89,010 |
| B-HNI (Min) | 67 | 22,311 | ₹10,03,995 |
કંપનીના નાણાકીય પરિણામો કેવા છે?
નાણાકીય મોર્ચે કંપનીએ છેલ્લા કેટલાક વર્ષોમાં જોરદાર ગ્રોથ દર્શાવ્યો છે. જે વર્ષ 2023 માં એનો નફો 5.82 કરોડ હતો તો એ વધીને નાણાકીય વર્ષ 2026 ના માત્ર નવ મહિના બાદ 27 કરોડ સુધી પહોંચી ગયો છે. જો કે કંપની પાસે કાચા માલ માટે કોઈ લોંગ ટર્મ કરાર નથી અને તેના મુખ્ય 10 ગ્રાહકો પર જ 41% જેટલી આવક નિર્ભર છે.
હાલમાં કંપની તેના ભારતમાં આવેલા નાસિક, ચેન્નઈ અને ધુતીકોરીન પ્લાન્ટ દ્વારા ઓપરેટ કરે છે પરંતુ ક્વોલિટી કંટ્રોલ અને નાસિક પ્લાન્ટના રીકન્સ્ટ્રક્શન સંબંધિત આંતરિક પડકારોનો સામનો પણ કરી રહી છે.
જલ્દીથી વાત કરી લઈએ ટાઈમ ટેબલની. આવતી કાલે આઈપીઓ ખુલે છે, નવ તારીખે પૂરો થશે. એક રૂપિયાની ફેસ વેલ્યુ, 45 રૂપિયાનો ભાવ, 333ની લોટ સાઈઝ અને 139 કરોડનો નાનો આઈપીઓ છે જે 100% OFS છે.
આગળ વાત કરીએ પરિણામોની. તો સૌપ્રથમ 31 માર્ચ 2023 તમે જોઈ શકો છો કે 281 કરોડની આવક સામે 5.82 કરોડનો ચોખ્ખો નફો, 2024 માં 304 કરોડની આવક સામે 12 કરોડનો ચોખ્ખો નફો, 2025 માં 331 કરોડની આવક સામે 24 કરોડનો ચોખ્ખો નફો અને છેલ્લા નવ મહિનામાં 275 કરોડની આવક સામે 27 કરોડનો ચોખ્ખો નફો. કંપની પાસે સારું રિઝર્વ છે પણ 40 કરોડ જેટલી ઉધારી છે.
વાત કરી લઈએ પરિણામના સારાંશની. તો ઓપરેશનલ આવક તમે જોઈ કે 2023 થી વધીને 2025 માં 324 કરોડ થઈ અને ચાલુ નાણાકીય વર્ષ 2026 ના પ્રથમ નવ મહિના બાદ કંપનીએ 267.58 કરોડની આવક મેળવી લીધી છે. ટોટલ ઇનકમ મેળવી છે 275 કરોડ.
કાગળ પર કંપનીનો ચોખ્ખો નફો 5.82 કરોડથી અસાધારણ ઉછાળા સાથે ચાલુ વર્ષના માત્ર નવ મહિનામાં 27 કરોડના સ્તરે પહોંચી ગયો છે પરંતુ આ મજબૂત આંકડાની પાછળનું મુખ્ય નકારાત્મક કારણ એ છે કંપનીનો રોજિંદા ઓપરેશનમાંથી આવતો કેશ ફ્લો થોડોક નેગેટિવ છે એટલે કે ચોપડે દેખાતો નફો હજુ હાથ ઉપર આવ્યો નથી.
વળી માર્કેટમાંથી પેમેન્ટ મોડું આવવાના લીધે કંપનીનું શોર્ટ ટર્મ દેવું અને વર્કિંગ કેપિટલનું દબાણ સતત વધી રહ્યું છે. આ સિવાય નાણાકીય વર્ષ 2024 અને 2026 માં પ્રોડક્ટ ક્વોલિટી ફેલ થવાના કારણે અને માઈક્રો ન્યુટ્રીશન પ્રોડક્ટ પાવરનો નાશ કરવાના લીધે કંપનીને 10 કરોડથી વધુનું નુકસાન સહન કરવું પડ્યું છે અને તેને ઓપરેટિંગ પ્રોફિટ માર્જિનને સીધી નબળાઈ આપી છે.
ટૂંકમાં કંપનીનો ગ્રોથ રેકોર્ડ પેપર ઉપર શાનદાર છે પણ કેશ ફ્લો અને દેવાનું મેનેજમેન્ટ નબળું હોવાથી નાણાકીય સ્થિતિ થોડીક જોખમી દેખાય છે.
આગળ વાત કરી લઈએ કંપનીની પાંચ સારી અને પાંચ નબળી બાબતોની.
શરૂઆત કરશું સારી બાબતોથી.
પ્રથમ છે કે સામાન્યથી લઈને ડાયાબિટીસ, કિડનીની બીમારીઓ માટેના ખાસ સપ્લીમેન્ટ્સ અને ઇનહાઉસ કાચો માલ છે.
બીજું છે મેડિકલ માર્કેટમાં પેન્ટાસર અને ઓબેસી જેવી જાણીતી બ્રાન્ડ જેને ડોક્ટરો પ્રિસ્ક્રાઇબ કરે છે.
ત્રીજું છે ગ્લોબલ એફએમસીજી કંપનીઓને યુએનના પ્રોગ્રામ સાથે વર્ષો જૂના સંબંધ છે.
ચોથું છે 75 થી વધુ દેશોમાં નિકાસ અને ભારતમાં ત્રણ તથા ઉઝબેકિસ્તાનમાં એક મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ધરાવે છે.
પાંચમું છે કે ચોપડે દેખાતો ચોખ્ખો નફો વર્ષ 2023 માં 5 કરોડ હતો જે 2026 ના માત્ર નવ મહિનામાં વધી અને 27 કરોડ થઈ ગયો છે.
નબળી બાબતોની વાત કરીએ તો કંપનીની અડધાથી વધુ કમાણી માત્ર એક જ પ્રીમિક્સ ઉપર આધારિત છે.
બીજું છે કુલ આવકનો આશરે 41% હિસ્સો માત્ર ટોપ 10 ગ્રાહકો ઉપરથી જ આવે છે.
ત્રીજું સરકારી નોટિસો બાદ રીકન્સ્ટ્રક્શનના લીધે ઉત્પાદન 9 થી 12 મહિના સુધી ખોરવાઈ ગયું છે નાસિક પ્લાન્ટનું અથવા ખોરવાઈ શકે છે.
ચોથું છે 2023 અને 2026 માં ક્વોલિટી ફેલ થવાથી માલનો નાશ કરવો પડ્યો અને 10 કરોડનું નુકસાન સહન કરવું પડ્યું.
છેલ્લું છે રોજિંદા ધંધાનો કેશ ફ્લો નેગેટિવ છે જ્યારે શોર્ટ ટર્મ લોન અને કાચા માલ માટે પાકા કરાર ન હોવાથી થોડુંક જોખમ છે.
હવે સૌથી મહત્વની વાત કે અમારો મત શું છે.
તમારો સ્પષ્ટ મત છે કે વર્તમાન સંજોગોને જોતા આઈપીઓથી અત્યારે અમે અંગત રીતે સ્કીપ રહેશું.
કંપનીની એન્કર બુક ઉપર નજર કરીએ તો એન્કર બુકમાં કોઈ ખાસ નથી. એવા ન્યુટ્રલ કહી શકાય એવી છે કારણ કે માત્ર પાંચ ઇન્વેસ્ટર સિવાય બજારની અગ્રણી કોઈ વીમા કંપની કે પેન્શન ફંડ આમાં રોકાણ કરવાનું ટાળ્યું છે.
વ્યાપારિક મોર્ચે પણ કંપનીની અડધાથી વધુ આવક માત્ર એક જ પ્રીમિક્સ ઉપર આવે છે. નાસિક સ્થિત મુખ્ય ઉત્પાદન એકમ આગામી 9 થી 12 મહિના સુધી પુનઃનિર્માણના કારણે પ્રભાવિત રહેવાનું છે અને અગાઉ પ્રોડક્ટ ક્વોલિટી કંટ્રોલમાં નિષ્ફળતા મળવાના લીધે કંપની 10 કરોડથી વધુનું મોટું આર્થિક નુકસાન વેઠી ચૂકી છે.
જો કે ઇસ્યુનું કદ ઘણું નાનું હોવાથી લિસ્ટિંગના દિવસે બજારમાં કોઈ પણ પ્રકારની અણધારી મૂવમેન્ટ આવી શકે છે કારણ કે સ્મોલ સાઈઝ આઈપીઓમાં ભારે સબ્સ્ક્રિપ્શન અથવા અન્ય સક્રિયતાઓના લીધે કે જે જનરલ પબ્લિકને ખ્યાલ ના હોય તેના કારણે કોઈ પણ પડદા પાછળની રમતના કારણે મોટા ઉતાર-ચડાવ આવવાની સંભાવના હંમેશા રહે છે.
આથી જે મિત્રો માર્કેટના અનુભવી ખેલાડી છે અને આવા નાના ઇસ્યુ સાથે જોડાયેલું મોટું જોખમ ઉઠાવવાની હિંમત ધરાવે છે તેવા સાહસિક મિત્રો લિસ્ટિંગની ગણતરીએ આમાં નાની અને પોતાની ગણતરી પ્રમાણેની અરજી કરી શકે.
બાકી સામાન્ય અને મર્યાદિત પૈસા જે મિત્રો પાસે છે અને જે સુરક્ષિત રોકાણ પસંદ કરે છે તેમના માટે આ તબક્કે દૂર રહેવું સૌથી ડહાપણ ભર્યું માર્ગ છે.
અમે અંગત રીતે સ્કીપ કરવાના છીએ પણ આઈપીઓમાં કોઈ પણ રમત થઈ શકે. જો તમારી જોખમ લેવાની શક્તિ હોય અને તમે તમારી પૈસાની ગણતરી કરી અને જોખમ લેવાની શક્તિ મુજબ અરજી કરી શકો છો.
ત્યારબાદ એક ખાસ નોંધ કે સ્ટોક માર્કેટમાં રોકાણ જોખમને આધીન છે. આ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી કે ટ્રેડિંગ ટિપ્સ નથી. વીડિયોમાં આપેલી માહિતી RHP માંથી લીધી છે અને વિડીયો બનાવવા પાછળ અમારો કોઈ અંગત ફાયદો નથી.
કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલા કે આઈપીઓમાં એપ્લાય કરતા પહેલા આપણે નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે.
તો આ ટૂંકો વિડીયો તમને કેવો લાગ્યો? આઈપીઓ વિશે કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. અને આઈપીઓ વિશે તમારે કાંઈ પણ જાણવું હોય અથવા કોઈ પણ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવી દેજો.