ભાજપના નેતા અમિતસિંહને મતદાન પૂર્વે બદનામ કરવાની સાથે બ્લેકમેલ કરવાની ફોજદારી ઘટના સામે આવી.

લિંબાયત-ગોડાદરા વિસ્તારમાં ભાજપના ચર્ચિત નેતા અમિતસિંહ રાજપૂતને લઈને સોશિયલ મીડિયા પર બદનામી કરવાનો અને ત્યારબાદ પૈસા માંગીને બ્લેકમેલ કરવાનો કેસ સામે આવ્યો છે. ફેસબુક પર અભદ્ર અને અપમાનજનક પોસ્ટ મૂક્યા બાદ તેને દૂર કરવા માટે એક લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી, જેમાંથી ૧૦,૦૦૦ રૂપિયા વસૂલ્યા બાદ પણ આરોપીઓએ તમામ પોસ્ટ્સ ડિલીટ કરી નહોતી. આ મામલે અરુણ પાઠક અને મોહન કનોજીયા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે।

મળતી માહિતી મુજબ, ડિંડોલી વિસ્તારમાં રહેતા અને ભાજપ સાથે સંકળાયેલા અમિતસિંહ રાજપૂત હાલની ચૂંટણીમાં પણ સક્રિય છે. પ્રચાર દરમિયાન તેઓ સોશિયલ મીડિયા દ્વારા મતદારો સાથે સંપર્કમાં હતા ત્યારે તેમની વિરુદ્ધ અરુણ પાઠક નામની ફેસબુક આઈડી પરથી અશ્લીલ અને માનહાનિકારક પોસ્ટ્સ મૂકાઈ હતી, જેમાં ગંભીર આક્ષેપો અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો।

આ પોસ્ટ્સ જોઈ અમિતસિંહને યાદ આવ્યું કે થોડા દિવસ પહેલાં અરુણ પાઠકે ફોન કરીને તેમની છબી બગાડવાની ધમકી સાથે પૈસાની માંગણી કરી હતી. ત્યારબાદ મોહન કનોજીયા દ્વારા અમિતસિંહના સહયોગીનો સંપર્ક કરી પોસ્ટ્સ દૂર કરવા બદલ રૂપિયા માંગવામાં આવ્યા હતા. શરૂઆતમાં ૧૦,૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કર્યા બાદ ફક્ત એક જ પોસ્ટ ડિલીટ કરવામાં આવી અને વધુ પૈસા માંગવામાં આવ્યા હતા।

આખરે વધુ દબાણ વધતા અમિતસિંહ રાજપૂતે ગોડાદરા પોલીસનો સંપર્ક કરીને બંને આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે.

Leave a Comment