ગુજરાત હવામાન અપડેટ: એકસાથે 4 વેધર સિસ્ટમ સક્રિય! જુઓ, કયા જિલ્લાઓમાં વરસશે મેઘરાજા?

ગઈકાલે આપણે જોયું કે ગુજરાતના ઘણા બધા એવા વિસ્તારો હતા કે જ્યાં હળવોથી મધ્યમ વરસાદ આવ્યો તો સૌરાષ્ટ્રમાં ક્યાંક ભારે વરસાદ જોવા મળ્યો હતો. પણ આજે અષાઢી બીજ છે અને આજે પણ ગુજરાતના ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે. એ પણ પવનની સાથે અત્યારે હાલ ગુજરાતની આસપાસ લગભગ ચારેક જેટલી સિસ્ટમ છે તે સક્રિય થઈ છે અને એની જ અસર ક્યાંક ગુજરાત ઉપર જોવા મળી રહી છે. આ સિસ્ટમો કઈ છે તેની સાથે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની પણ શું આગાહી છે એ દરેક વિષયને લઈને વાત કરીશું આજની આ વેધર અપડેટમાં.

આપણે જોયું કે એક વરસાદનો રાઉન્ડ પૂર્ણ થયો અને હવે આ મહિનાના અંતમાં બીજો વરસાદનો રાઉન્ડ આવવાનો છે. પણ વાત કરવામાં આવે આજના દિવસની. આપણે જોયું હતું કે આમ તો અષાઢી બીજના દિવસે ગુજરાતના ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ક્યાંક વરસાદ પડી શકે છે એવી આગાહી હવામાન વિભાગે તો કરી હતી. પણ આજે વિંડીના માધ્યમથી પણ સમજીશું કે ગુજરાતની આસપાસ કઈ એવી સિસ્ટમ છે જે સક્રિય થઈ છે તેની સાથે ગુજરાતમાં ક્યાં અને કેટલો વરસાદ પડી શકે છે.

મારી પાછળ અત્યારે હાલ વિંડી છે. સૌથી પહેલા તો નવ વાગ્યાની જો વાત કરવામાં આવે તો જે રીતે અત્યારે હાલ જોઈ શકાય છે: પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ, વેરાવળ, મહુવા, ભાવનગર, સુરત, વડોદરા, અમદાવાદ, ગોધરા, મહેસાણા. એ દરેક વિસ્તારમાં ક્યાંક પવનો ફૂકાઈ શકે છે સવારના સમયે એવી શક્યતા છે અને આ જ પવનોની સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી પણ આગાહી અત્યાર સુધી હવામાન નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી રહી છે.

એક વરસાદી રાઉન્ડમાં આપણે જોયું હતું કે ભારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં જોવા મળ્યો હતો. પણ હવે જ્યારે બીજો વરસાદનો રાઉન્ડ આવવાનો છે ત્યારે ક્યાંક આખા ગુજરાતની અંદર સાર્વત્રિક મેઘમહેર થઈ શકે છે એવી શક્યતા છે. ગુજરાતમાં સવારના સમયે ક્યાંય એવો ભારે વરસાદ નથી જોવા મળતો પણ હા, ચોક્કસથી હળવોથી મધ્યમ વરસાદ અને સાથે પવન છે તે જોવા મળી શકે છે.

હવે સમજીએ કે ગુજરાતની આસપાસ અત્યારે હાલ ચાર જેટલી સિસ્ટમ છે જે સક્રિય થઈ છે. તેમાં સૌથી પહેલા તો લો પ્રેશર સિસ્ટમ છે, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અને મોન્સુન ટ્રફ છે. એ દરેક વસ્તુ અત્યારે હાલ એકસાથે જોવા મળી રહી છે અને એના જ કારણે ક્યાંક ગુજરાતની અંદર અત્યારે હાલ ચોમાસુ વધારે સક્રિય થઈ શકે છે એવી શક્યતા છે.

આમ તો આપણે જોતા આવ્યા છીએ કે જે રીતે આખી આ બંગાળની ખાડી છે જેની અંદર અત્યારે હાલ આ એક સિસ્ટમ બની રહી છે એની અસર તો ક્યાંક ગુજરાત ઉપર થવાની છે. કારણ કે ધીરે ધીરે આ સિસ્ટમ બનશે અને આગળ આવશે અને એની અસર ક્યાંક ગુજરાત ઉપર થશે. પણ અત્યારે હાલ એની સાથે મોન્સૂન ટ્રફ છે, સાયક્લોનિક સર્ક્યુલેશન છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. એ બધી અસર પણ ગુજરાત ઉપર એટલી જ જોવા મળી રહી છે અને એને જ કારણે ક્યાંક વરસાદ વધારે પડી શકે છે એવી શક્યતા છે.

હવે સમજી લઈએ કે બપોરના સમયનું વાતાવરણ કેવું રહેવાનું છે. વરસાદ પડશે કે કેમ? કારણ કે અત્યાર સુધી આપણે જે રીતે જોતા આવ્યા હતા કે લગભગ ક્યાંક વરસાદની શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી છે. ચાર વાગ્યાની જો પરિસ્થિતિની વાત કરવામાં આવે તો જે રીતે અત્યારે હાલ જોઈ શકાય છે કે ગઢડા અને વલભીપુર એટલે કે જે ભાવનગરની આસપાસનો વિસ્તાર છે એમાં ક્યાંક વરસાદ પડી શકે છે. હળવોથી મધ્યમ એવી શક્યતા છે. એની અંદર બોટાદ પણ આવી ગયું. એ બાદની જો વાત કરવામાં આવે કે બીજા કયા વિસ્તારો છે કે જ્યાં ક્યાંક વરસાદ જોવા મળી રહ્યો છે તો મધ્ય ગુજરાતની અંદર જે વિરમગામ છે, બાવડા છે એની આસપાસના વિસ્તારોમાં વરસાદ છે. અમદાવાદમાં પણ ક્યાંક તેની અસર જોવા મળી શકે છે કારણ કે હવામાન વિભાગ દ્વારા આ વસ્તુની આગાહી કરવામાં આવી છે.

આ વાત થઈ લગભગ ચાર વાગ્યાના પરિસ્થિતિની. ચાર વાગ્યે ક્યાંક વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતની અંદર એ સમયે વરસાદની કોઈ જેવી સંભાવના જોવા નથી મળતી.

હવે સમજીએ કે લગભગ આઠ વાગ્યાની આસપાસનું વાતાવરણ કેવું રહેવાનું છે? કયા એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ પડી શકે છે? આઠ વાગ્યે પણ જે રીતે જોઈ શકાય છે કે મધ્ય ગુજરાતનું આજે સુરેન્દ્રનગર છે ત્યાં ક્યાંક વરસાદ જોવા મળી રહ્યો છે. ગાંધીધામ બાજુનો જે વિસ્તાર છે ત્યાં ક્યાંક ઠંડા પવનો ફૂકાઈ શકે છે એવી શક્યતા છે. વરસાદની કોઈ જ આગાહી નથી. પણ એ બાદ ખંભાત, ધોલેરા વાળો જે આખો વિસ્તાર આવેલો છે ત્યાં ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે આજના દિવસે એટલે કે અષાઢી બીજના દિવસે સાંજના સમયે રાતના સમયે એવી શક્યતા વિંડીના માધ્યમથી જોઈ શકાય છે.

મેં આગળ પણ કહ્યું એ રીતે કે ગુજરાતની આસપાસ અત્યારે હાલ ચાર જેટલી સિસ્ટમ છે જે સક્રિય થઈ છે જેને કારણે ગુજરાતમાં ચોમાસુ જામી શકે છે એવી શક્યતા છે.

હવે સમજી લઈએ કે હવામાન વિભાગ દ્વારા શું આગાહી કરવામાં આવી છે અને કયા એવા વિસ્તારો છે કે જ્યાં ક્યાંક વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા પણ લગભગ આજથી સાત દિવસ સુધી હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે મોન્સૂન ટ્રફ છે એના કારણે પણ ક્યાંક ગુજરાતમાં વરસાદ પડી શકે છે.

આજની પરિસ્થિતિ વિશેની વાત કરવામાં આવે તો જે રીતે અત્યારે હાલ જોઈ શકાય છે કે સૌરાષ્ટ્રની અંદર વરસાદ છે જેમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવ, અમરેલી, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ છે. મધ્ય ગુજરાતમાં પણ ક્યાંક વરસાદ જોવા મળી રહ્યું છે. દક્ષિણ ગુજરાતની અંદર પણ હાલ વરસાદ પડી શકે છે આજના દિવસે એવી સંભાવના છે. અને ક્યાંક જે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા છે એ વિસ્તારોમાં પણ અષાઢી બીજ એટલે કે આજના દિવસે વરસાદ પડી શકે છે એવી શક્યતા છે. ઉત્તર ગુજરાતને લઈને આજે પણ કોઈ જ આગાહી નથી. તેમાં કચ્છ આવી ગયું, જામનગર આવી ગયું અને મોરબી આવી ગયું.

હવામાન વિભાગની આગાહી – 17, 18 અને 19 તારીખ

17 તારીખની પરિસ્થિતિ: હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતનું મેપ છે એની અંદર આખી આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના બે જિલ્લા છે તે ક્યાંક વરસાદથી બાકાત દેખાઈ રહ્યા છે જેમાં જામનગર અને મોરબી આવી ગયું. પણ ક્યાં વરસાદ પડવાનો છે તો દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી જે આખો વિસ્તાર આવેલો છે ત્યાં ક્યાંક વરસાદ પડશે અને દક્ષિણ ગુજરાતની અંદર પણ ફરી એક વખત 17 તારીખે પણ હળવોથી મધ્યમ વરસાદ પવનની સાથે પડી શકે છે એવી શક્યતા છે. કોઈ જ એવી પ્રકારનું અલર્ટ આપવામાં નથી આવ્યું કે ક્યાંક ભારે વરસાદ પડશે અથવા અતિભારે વરસાદ પડશે. ચોક્કસથી હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે એવી સંભાવના અહીં લાગી રહી છે.

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી: તેમના દ્વારા એક જ આગાહી કરવામાં આવી હતી કે અત્યારે હાલ બંગાળની ખાડીમાં સિસ્ટમ તો બની રહી છે પણ એની અસર ગુજરાતને થતા હજી ઘણો સમય લાગવાનો છે. કદાચ આ મહિનાનો અંત પણ આવી શકે છે એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે. અને એ જ સમયે વરસાદનો નવો રાઉન્ડ આવશે. પણ અત્યારે હાલ જે રીતે ચાર સિસ્ટમ સક્રિય થતા જોવા મળી રહી છે તો ક્યાંક આ વરસાદી રાઉન્ડ વહેલો પણ આવી શકે છે એવી પણ શક્યતાઓ લાગી રહી છે.

18 તારીખ: 18 તારીખની અંદર પણ ગુજરાતની એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. વાવ, થરાડ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા છે તે બાકાત દેખાઈ રહ્યું છે. સૌરાષ્ટ્રના ફરી એક વખત જામનગર અને મોરબી બાકાત છે. કચ્છ બાકાત છે. એના સિવાય દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતના ઘણા બધા વિસ્તારો, મધ્ય ગુજરાતમાં ક્યાંક વરસાદ 18 તારીખની આસપાસ પણ જોવા મળી રહ્યું છે.

19 તારીખ: 19 તારીખે પણ ગુજરાતમાં એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે કે સૌરાષ્ટ્ર છે, દક્ષિણ ગુજરાત છે, મધ્ય ગુજરાત છે અને ઉત્તર ગુજરાતમાં થોડા ઘણા વિસ્તારોમાં ક્યાંક વરસાદ પડી શકે છે.

એટલે જે રીતે હવામાન નિષ્ણાંતોનું કહેવું છે અને હવામાન વિભાગની જેટલી પણ આગાહી આપવામાં આવી છે કે લગભગ 5 થી 7 દિવસ ગુજરાતનું વાતાવરણ જે અત્યારે ચાલી રહ્યું છે એવું જ વાતાવરણ ચાલવાની શક્યતા છે. એમાં કોઈ જ એવો ફેરફાર નહીં આવે. પણ હા, ચોક્કસથી આજે પાંચથી સાત દિવસ પતી જશે એ બાદ વરસાદનો જે રાઉન્ડ આવશે એમાં અતિભારે વરસાદ પણ વરસી શકે છે અથવા તો ભારે વરસાદ પણ પડી શકે છે એવી શક્યતા છે.

Leave a Comment