19 જુલાઈથી વધી શકે છે વરસાદની તીવ્રતા. હવામાન નિશણાંત અથરાય શેટ્ટીનું અનુમાન કેટલાક વિસ્તારમાં વધી શકે છે વરસાદનો જોર. મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. 21 જુલાઈ સુધીમાં અંદાજેપ થીછ ઇંચ વરસાદ સંભવ છે તેવું અથરેયાએ જણાવ્યું છે.
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય
75 વર્ષ જૂના ટુકડાધારા 1947 માં મહત્વપૂર્ણ સુધારા. 10 ગોઠાથી વધુ ક્ષેત્રફળના ટુકડાનો હવે દસ્તાવેજ થશે. ટુકડાનું વેચાણ હવે દંડ વગર નિયમિત થશે. 75 વર્ષ બાદ સરકારે કર્યા છે મોટા ફેરફાર.
રાજ્યપાલ અને રાષ્ટ્રપતિની મળી છે મંજૂરી. 1948 થી થયેલા ભંગ દંડ વિના નિયમિત થશે. સમગ્ર રાજ્યમાં 10 ગુઠાનો એક સમાન નિયમ. શહેરી વિસ્તારો ટુકડાધારામાંથી મુક્ત. લાખો ખેડૂતો અને જમીનધારકોને મોટી રાહત.
જમીનના વ્યવહારો બનશે ઝડપી અને પારદર્શક. તો જે લાંબા સમયથી માંગ હતી તે હાલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી સરકારે કરી બતાવ્યું છે જેમાં મંજૂરી પણ રાષ્ટ્રપતિ તરફથી મળી ગઈ છે. રાજ્યમાં 10 ગુંઠાનો એક સમાન નિયમ લાગુ થઈ જશે. જમીનના વ્યવહારો ઝડપી બની જશે અને પારદર્શક પણ રહેશે. શહેરી વિસ્તારોને ટુકડાધારામાંથી પણ મુક્તિ આપી દેવામાં આવી છે.
અકસ્માત અને અન્ય ઘટનાઓ
ઓલપાડના કીમ ખાતે આંબેડકર સર્કલ નજીક વધુ એક માર્ગ અકસ્માત સર્જાયો છે. ડમ્પર ચાલકે કંડક્ટર સાઈડ ટર્ન લેતા મોપેડ ચલાવી રહેલી મહિલા અડફેટે ચડી ગઈ હતી. અકસ્માતમાં મહિલાને હાથના ભાગી ઈજા પહોંચી જ્યારે મોપેડને પણ ઘણું નુકસાન થયું. ઘટનાને પગલે સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા.
અમદાવાદમાં સામાજિક તત્વોનો આતંક. નિકોલમાં સિગરેટના પૈસા બાબતે બબાલ થઈ છે. દુકાનદારે પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પોલીસ સાથે પણ ગેરવર્તણૂક કરી આપ શબ્દો બોલ્યા. નિકોલ પોલીસે અરજીના આધારે તપાસ શરૂ કરી. ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં પણ ચકચાર મચી ગઈ છે. તો પોલીસ સાથે પણ ગેરવર્તણૂક કરવામાં આવી છે. નિકોલ પાસે અરજી આધારે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસે આ તપાસ જે છે શરૂ કરી છે.
અસામાજિક તત્વોનો આતંક જે છે તે દિવસેને દિવસે વધી રહ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. દ્રશ્યોની અંદર આપ જોશો તો લાકડીથી હુમલો કરવામાં આવ્યો હોય તેવા પણ દ્રશ્યો છે. સીસીટીવીની અંદરની જે ઘટના છે તેના આધારે પોલીસે તપાસ શરૂ કરી.
ભરૂચ અને અન્ય જિલ્લાઓમાં ઘટનાઓ
ભરૂચના અંકલેશ્વરમાં બે યુવતીઓ પર જાહેર રસ્તા પર થયેલી મારામારીની ઘટનાનો સીસીટીવી વિડીયો સામે આવ્યો છે. આ યુવતીઓ પર ક્રિકેટ બેટ અને ચપ્પલ વડે હુમલો કરાવ્યો હતો. ગાર્ડન સિટીથી એફડી કોલેજ તરફ જતા રોડ પર આ ઘટના બની હતી.
ફરિયાદ મુજબ કારમાં આવેલા ચાર શક્ષો બંને યુવતીઓ સાથે પહેલા બોલાચાલી કરે છે અને ત્યારબાદ તેમના વાળ ખેંચી માર મારે છે. ઘટના મેજાગ્રસ્ત યુવતીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ મામલે ચાર લોકો સામે ગુનોનોંધી વધુ તપાસ હાથ ધરાય છે.
દાહોદમાં ચોરી
દાહોદ શહેરમાં ધોળા દિવસે ચોરીની ચોકાવનારી ઘટના સામે આવી છે. બરોડા ગ્રામીણ બેંકમાંથી ₹પિયા 3 લાખની રોકડ ઉપાડ્યા બાદ એક્ટિવા ચાલક રસ્તામાં રસ પીવા રોકાયા હતા. આ દરમિયાન અજાણ્યા ગઠિયાએ એક્ટિવામાંથી રોકડ ભરેલી થેલીની ચીલ ઝડપ કરી ફરાર થઈ ગયો.
સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જેમાં રેકી કરતા અને ચોરીને અંજામ આપતા શક્ષો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. ઘટનાની જાણ થતા દાહોદી ડિવિઝન પોલીસે ગુનો નોંધી સીસીટીવીના આધારે આરોપીઓની શોધખોળ અને વધુ તપાસ શરૂ કરી છે.
ફૂડ એજન્સીમાં દરોડો
અમદાવાદના અમરાઈવાડીમાં આરોગ્ય વિભાગની રેડ ફૂડ એજન્સીમાં આરોગ્ય વિભાગના દરોડો. ફૂડ એજન્સીમાં રંગીન ખાદ્ય પદાર્થનો ભાંડો ફૂટ્યો. ખાદ્ય પદાર્થોના સેમ્પલ ફેલ આવતા ચેકિંગ શરૂ. વિવિધ બ્રાન્ડના પેકેટ બંધ નાસ્તાનું થતું હતું વેચાણ. પેકેટ બંધ નાસ્તામાં ડાયનો ઉપયોગ હોવાની શંકા. કટોરી પોપકોર્ન ચોકલેટનું થતું હતું વેચાણ.
ફૂડ વિભાગે સ્થળ પરથી તપાસ શરૂ કરી. માલ સિદ્ધપુરમાં બનતો હોવાનું પ્રાથમિક ખુલાસો. સિદ્ધપુર ફૂડ વિભાગ ને પણ તપાસ માટે જાણ કરાય. વધુ તપાસ બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.
એટીએસની સફળતા
અને હવે વાત ઈટીએસ ને મળેલી સફળતાની. અમદાવાદથી સમાચાર. ગુજરાત ઈટએસ દ્વારા પકડેલ આતંકી મામલો. પાંચ પૈકી એક આરોપી બિલાલ શેરા કઠવાડા ખાતે રહેતો હોવાનું સામે આવ્યું છે. હોટેલ દિવ્યા પેલેસમાં પીજીમાં રહેતો હતો બિલાલ શેરા.
આરોપી બિલાલ શેરા સવા વર્ષથી તેના મિત્ર સાથે રહેતો હતો. સવારે કંપનીમાં નોકરીમાં જવાનું કહીને નીકળી જતો અને સાંજે પરત ફરતો. પોતે ઓઢવની લેથ મશીનમાં કારખાનામાં નોકરી કરતો હોવાનું જણાવતો.