આમ જોવા જઈએ તો જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયામાં જ્યારે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ હતો એટલે કે લગભગ ગુજરાતના 75 થી 80% વિસ્તારમાં વરસાદ હતો એ વરસાદ છે એ 8 જુલાઈએ પૂર્ણ થયો રાઉન્ડ એ પછીથી જ આપણે એક વાત કરી હતી કે ભાઈ 15 થી 20 જુલાઈમાં છૂટા છવાયા વિસ્તારમાં વરસાદ આવશે. આ સાલવંતરી નહી હોય 15 થી 20 તારીખમાં બધી જ જગ્યાએ નહી હોય પણ છૂટા છવાયા વરસાદ છે ચોક્કસથી પડવાની સંભાવનાઓ છે.
એ મુજબ જોવા જઈએ તો આપણે છેલ્લા બે દિવસ થી રાજ્યમાં છૂટા છવાયા વરસાદ પડવાની શરૂઆત થઈ છે. હજુ પણ હું કહું છું કે આ છૂટા છવાયા છે આમાં સાર્વત્રિક બધી જ જગ્યાએ આવવાના નથી. આ 20 તારીખ સુધી કૃપાસિંહભાઈ આ રાઉન્ડ ચાલુ રહેવાનું છે
.
મુખ્ય કારણો અને સિસ્ટમ
હવે આ રાઉન્ડ ચાલુ થયું છે એનું મેન કારણ એ છે અત્યારે બે સિસ્ટમ છે એ ગુજરાતને અસર કરી રહી છે. જો કે સિસ્ટમ તો ચોમાસા દરમિયાન અલગ અલગ ઘણી જગ્યાએ સક્રિય હોય પણ બધી જ સિસ્ટમ છે એ ક્યાયને ક્યાય આપણે અસર કરતા ન હોય.
જો અત્યારે બંગાળની ખાડીની અંદર પણ એક સિસ્ટમ છે પણ એ સિસ્ટમ ગુજરાતને લાભ નથી આપવાની કેમ કે એ સિસ્ટમ છે એ ઉત્તર ભારતને લાભ આપવાની છે. એટલે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય છે પણ એનાથી બહુ આપણે ફાયદો થવાનો નથી.
એક વેસ્ટરન ડિસ્ટરબન્સ પણ પસાર થઈ રહ્યું છે પણ એ વેસ્ટર્ન ડિસ્ટરબન્સને કારણે બહુ કઈ ખાસ આપણે અસર થાય તેવું અત્યારે લાગતું નથી.
25 થી 31 જુલાઈનો મુખ્ય રાઉન્ડ
જે સારા વરસાદની વાત કરીએ એટલે સાર્વત્રિક અને ઓલ ઓવર ગુજરાતમાં સારો વરસાદ ભારેથી અતિભારે વરસાદ જે વિસ્તારમાં અત્યાર સુધી વાવણી નથી થઈ એમને પણ સારા વરસાદનો લાભ મળે એવા વરસાદની વાત કરવા જાય તો એવો વરસાદ છે એ 25 જુલાઈ 2026 થી લઈ અને 31 જુલાઈ 2026 દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે.
કેમ કે બંગાળની ખાડીની અંદર એક મજબૂત વેલમાર્ક લો પ્રેશર બનશે. સૌપ્રથમ તો એ યુએસી બનશે યુએસી મજબૂત થઈને લો પ્રેશર બનશે અને લો પ્રેશર છે એ વેલમાર્ક લો પ્રેશરની કેટેગરીમાં આવશે.
એટલે ખૂબ મજબૂત રીતે ગુજરાત ઉપરથી પસાર થશે… લગભગ 95 થી 98% વિસ્તારમાં વરસાદ થશે. એટલે લગભગ કોઈ બાકાત નથી રહેવાનું અને એની અંદર અમુક જગ્યાએ ભારેથી અતિભારે પણ જોવા મળશે.