ખેડૂતોના મને ફીડબેક આવે છે પર્સનલી ફોન કરીને જ્યારે કહેતા હોય કે સાહેબ તમારા વિડીયો જોઈએ છીએ અને ઘણા બધા મિત્રોએ તો મને એવું પણ કીધું છે કે જેનાથી મને ખૂબ ખુશી થાય આનંદ થાય કે વિડીયો જોયા પછી પાંચ લોકોને બતાવ્યો છે બીજા ગામના લોકોને શેર કર્યો છે અને ગામમાં જાહેર જગ્યા ઉપર પણ જ્યારે સાંજના સમયે પહેલાના સમયમાં એવું બનતું ગામના ચોરે ગામના હોટલીઓએ જ્યારે પાનના ગલ્લે આપણે બેસતા ત્યારે ખેતી સિવાયની અન્ય વાતો કરતા આજ વાતાવરણ બદલાય છે આજની યુવા પેઢી અથવા જે પ્રગ ગતિશીલ ખેડૂતો છે એ જ્યારે આવા પ્રકારની ટેકનોલોજીના વિડીયો અથવા સોશિયલ મીડિયાના માધ્યમથી સારી માહિતી મળે છે ત્યારે બેસી અને વિડીયો શરૂ કરીને પાંચદ લોકોને બતાવે છે અને એ લોકો પણ એનાથી માહિતગાર થાય એ પણ એ ધીમે ધીમે ધીમે એના ફોન દ્વારા જોવાનું શરૂ કરે બીજાને આપણે માહિતગાર એટલે મિત્રો આ મફતનું કાર્ય છે અને આ કાર્યથી આપણે આવતા દિવસોમાં ખેતીમાં એક હકારાત્મક સુધારો આવશે એટલે તમારી અને મારી સૌની ફરજ છે સારી બાબતોને લોકો સુધી પહોંચાડીએ
જેમ ખરાબ કોઈ ન્યુઝ આવે અને ફટાક દઈને ફેલાઈ જાય છે એને ફેલાવવા માટે કોઈ પ્રયત્ન કરવા નથી કોઈ પ્રયત્ન કરવા પડતા નથી આ સોશિયલ મીડિયામાં અશ્લીલ બાબતો કે જેને કહેવાય કે આપણી જે સંસ્કારની વિરુદ્ધની બાબતો છે આપણી હિન્દુ સંસ્કૃતિ કે આપણા જે ઋષિકાળની સંસ્કૃતિની વિરુદ્ધની બાબતો છે અપશબ્દો બોલવા ખરાબ ખરાબ વાતો કરવી એ બાબતો તમે જોતા હશો કે એવા પ્રકારના સોશિયલ મીડિયામાં એવા કન્ટેન્ટોને ખૂબ સારો પ્રતિસાદ મળે લાખો નહી કરોડોમાં એના વ્યુ આવે છે શું કામ આવે છે કારણ કે એ દિશામાં આજનો યુવાવર્ગ અને આપણ આજની પેઢી તરફ વળે છે તો એવા એવા નકારાત્મક વાતાવરણની સામે આપણે સૌએ આ ખેતીના માધ્યમની અંદર હકારાત્મકતા લાવી છે
ખેતીમાં વાતચીત અને જવાબદારી
જ્યાં તમે મળો સારા પ્રસંગોમાં મળો કોઈના બેસણામાં મળો કોઈની કથામાં મળો કોઈના લગ્ન પ્રસંગમાં મળો ગામના હોટલે બેસો નવરા હોય ત્યારે વાળીએ બેઠા હોય પાંચ મિત્રો ભેગા થયા હોય સગા સંબંધી હોય ત્યારે એવી ખેતીની જ વાત કરો ભાઈ તમે આ વર્ષે કઈ મગફળીની વેરાયટી લઈ આવ્યા ક્યાંથી લાવ્યા કોની માહિતી લ્યો છો કોણ તમને માહિતી આપે છે ક્યાં ખાતરો ક્યાં દવા આ જ્યાં સુધી ખેતીમાં નહી કરો ત્યાં સુધીમાં ખેતીમાં ક્યારેય પ્રગતિ નહી થાય
દરેક લોકો અ પોતપોતાની રીતે પ્રયત્નો કરતા સરકાર શ્રીના જુદા જુદા વિભાગો કરે સબસીિડીની યોજનાઓ કરતા હોય ટેકનિકલ માહિતી આપવાવાળા કરતા હોય પ્રાઇવેટ કંપનીઓ કરે પ્રાઇવેટ પેઢીઓ કરે વેપારીઓ કરે એ પોત પોતાના અલગ અલગ રીતે પ્રયત્નો કરતા હોય કોઈ સારા કોઈ નબળા બધું જ એમાં આવતું હશે પણ હું તો તમને એવું કહું છું કે એક માણસે પોતાનું વ્યક્તિત્વ સુધારવું હોય પોતાનામાં કાઈક ચેન્જીસ લાવવું હોય તો આપણે જ કરવું પડે મારું કામ કોઈ બીજા કરી દે એ વાતમાં ક્યારેય મારી પ્રગતિ થાય નહી તો ખેતીમાં આપણે નવું કરવું છે નવી પ્રગતિ તરફ જાવું છે તો આ પ્રકારના કન્ટેન્ટ નોને સારા જે પણ માધ્યમો છે સારી માહિતી આપવા લોકોને તમે જનજન સુધી પહોંચાડો
તમારા ગામની જવાબદારી તમારા ગામનું નથી કહેતો તમને તમારા પાંચ 10 લોકોની જવાબદારી સ્વીકારો દરેક ગામની અંદર આવા પાંચ લોકો ખાલી ઊભા થાય તો ગામના 50 લોકો સુધરે અને મને કયો ગામમાં સારા 50 સારી ખેતી કરતા ખેડૂતો ઊભા થાય તો આપણું જે ગુજરાતની વાત કરીએ આપણા જિલ્લાની તાલુકાની સમાજની કે ગામની ખૂબ સારી પ્રગતિ અને ખેતીમાંથી સારી પ્રગતિ આપણે કરી શકવાની ક્ષમતા ધરાવીએ છીએ આપણી પાસે પોટેન્શિયલ છે પરંતુ આપણે ઘણી વખત ખેતીને માનસિક રીતે અથવા આપણે માનસિક રીતે એવી પડી ભાંગી નાખી છે અથવા એવી નબળી માની લીધી છે એ જ આપણી મોટી મૂર્ખામી છે અથવા ભૂલ છે
હું એવું માનું છું કે આ માધ્યમોને સારી રીતે જો ઉપયોગ કરતા થઈએ તો ઘણા બધા ખેડૂતોએ આ માધ્યમોનો ઉપયોગ કરીને ખૂબ સારી જગ્યા સુધી કે સારા લેવલ સુધી પહોંચ્યા છે એવા ઘણા ઉદાહરણો છે તો એમાં આપણે પણ સામેલ થઈએ તો મિત્રો મારે આજના વીડિયોની અંદર જે વાત કરવી છે એ વાત કરવી છે કપાસની અંદર આવતી ગુલાબી યળની કપાસની ગુલાબી યળને અટકાવવા ના આગોતરા પ્લાનિંગના પગલા શું હોઈ શકે
ગુલાબી યળ માટે આગોતરું પ્લાનિંગ
ખેડૂત મિત્રો આપણે ક્યાં ક્યાં ભૂલ કરીએ છીએ ખૂબ સામાન્ય બાબતો જે બિન ખર્ચ જેને કહેવાય ખર્ચ એટલો નથી થતો અને 100 200 500 રૂપિયાના ખર્ચ સામે સારો ફાયદો થતો હોય એવી ટેકનોલોજી કેમ નથી વાપરતા ખ્યાલ નથી આપણને ખબર નથી અથવા આજે ખબર પડી તો હવે ક્યારે વાપરશું આ બધાય પ્રશ્નો તમારા મનમાં પણ હશે હું પણ ફિલ્ડમાં છેલ્લા 15 વર્ષથી ફિલ્ડ લેવલે અથવા ખેડૂતો સાથે જોડાયેલો છું મને પણ ખ્યાલ છે ઘણી ટેકનોલોજી ઉપલબ્ધ નથી હોતી નજીકના સેન્ટરોમાં નથી મળતી ઘણાનો ખ્યાલ જ નથી હોતો પેલી વખત આપણે સાંભળતા પેલી વખત અહિયાં ફોટો જોતા હોય કોઈ વાંધો નહી જાગ્યા ત્યારથી સવાર માની અને આ ટેકનોલોજીને ખેતીમાં ઉપયોગ કરવાનું શરૂ કરીને જે મિત્રો આ વર્ષે કપાસનું આયોજન કરવાના છે કપાસ વાવવાના છે બીટી કપાસની ખેતી કરવાના છે એ બધા જ મિત્રોએ આ વિડીયો જોવા જેવો છે અને એને આમાંથી જે પણ સારી વસ્તુ લાગે એ કરવા જેવી છે.
તો મિત્રો વિડીયો શરૂ કરીએ પહેલા આપ સર્વેને ખાસ વિનંતી કે આપ આ ચેનલની અંદર નવા હો હજી સુધી આ ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો આ ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લો ઘંટડીના બટન ઉપર ક્લિક કરી દેશો એટલે ઓલ નોટિફિકેશન આવી જશે તમામ પ્રકારના વિડીયો તમને મળતા થઈ જશે અને ત્યારબાદ વિડીયો પૂરેપૂરો જોઈને જો તમને ગમે તો એને લાઈક આપજો એટલે અંગુઠાના નિશાન ઉપર ક્લિક કરી દેજો અને ત્યારબાદ મેં અગાઉ કીધું એમ આ વિડીયો શેર કરવાનો છે શેર ન કરીએ દરેક લોકોને બતાવીએ એટલે એને ખ્યાલ આવે કે આવું કઈક આવે જ આવું કઈક હોય જ અને ઓટોમેટીકલી જો એને રસ હશે તો એ જોતા થઈ જશે
તો મિત્રો આટલું કામ આ ખેતીને આપણે સૌે સાથે મળીને ઉપર લઈ જવા માટે બધાએ કરવું પડશે કોઈ એક પાંચ વ્યક્તિ 10 વ્યક્તિ પ્રયત્ન કરશે ને થઈ જશે એવું શક્ય ખેતીમાં નથી કારણ કે ગામ ડીઠ આવા પાંચ પાંચદસ લોકો આપણે ઊભા કરવા પડશે જે બિનસ્વાર્થ પણે પ્રમાણિક પણે કઈક નવા હકારાત્મક સુધારા લાવવા માંગતા હોય એવા લોકોની ફોજ મોટી ઊભી કરવી જોઈએ તો જ જે નકારાત્મક શક્તિઓ છે જે ફક્ત દલાલો છે વેચવાવાળા છે એના સ્વાર્થ માટે લડે છે એવા લોકો તરવાઈ જશે અને ધીમે ધીમે ધીમે એક સારો હકારાત્મકતાનો માહોલ ખેતીની અંદર ઉભો થશે તો એ દિશામાં આગળ જવાની જરૂર છે.
બીટી કપાસ અને ગુલાબી યળની સમસ્યા
મિત્રો બીટી કપાસનું વાવેતર કરીએ એટલે આમ તો ઘણા વર્ષોથી વાવે છે કોઈને કેમ વાવેતર કરવું ને કેમ ખેતી કરવી એની શીખવાડવાની હવે જરૂર ન હોય કારણ કે 2005 પછીથી લઈ અને પછી એટલે આ 20 વર્ષનો ગાળો બીટી કપાસમાં આપણે ગયો છે 20 વર્ષ એટલેની ખેતી આપણે બીટી કપાસની કરી બિયારણો ખાતરો દવાઓ એની પદ્ધતિઓ ઘણું બધું આપણે જાણીએ છીએ પરંતુ આ ગુલાબી યળનું જ્યારથી ગ્રહણ લાગ્યું છેલ્લા સાત આઠ વર્ષથી જ્યારથી ગુલાબી યણ એની અંદર ગ્રહણ લાગ્યું છે ત્યારથી ખેતીમાં બીટી કપાસથી ઘણા બધા ખેડૂતો વિમુખ પણ થયા એ એને જ્યારે કપાસનું નામ પડે તો એને ડર લાગે છે
બીજું એક ઘણી વખત ઘણા બધા મિત્રોની કોમેન્ટ પણ આવતી હોય ભાવ કે બજાર ભાવનું જે ખાસ કરીને આ આખા વૈશ્વિક દ્રષ્ટિએ જ્યારે કપાસનો પાક થતો હોય અને આપણા ભારતની અંદર પણ ખૂબ મોટા વિસ્તારમાં વાવેતર થાય અર્થકરણમાં પણ એનો ખૂબ મોટો રોલ છે તો આ કપાસનું જે ભાવ છે અને ગુલાબી યળ આ બે વસ્તુએ ઘણી વખત કપાસને ખેતીને ગ્રહણ લગાડ્યું છે પણ મિત્રો અહીયા આપણે ટેકનિકલ બાબતની વાત કરવી છે આ કપાસની અંદર ગુલાબી યળને અટકાવવા માટેના આગોદરા પ્લાનંગના પગલાશ ક્યાં ક્યાં હોય છે
વાવેતરનો સમય અને જાતની પસંદગી
પહેલા તો ખાસ કરીને જે પણ ખેતી કપાસની કરીએ છીએ તો કપાસની ખેતીમાં આ ગયા વર્ષે જો ગુલાબી યળનું તમને ક્યાંય નુકસાન દેખાણું હોય અને ગુલાબી યળ હોય તો એના કોસેટા હજી જમીનની અંદર હશે તો એ કોસેટાઓને માટેની પદ્ધતિઓ પણ કરવી જોઈએ એટલે આપણે ખેડ કરી અને જમીન તપવાની વાત કરતા હતા પણ એ કદાચ ત્રણે સીઝન પાક લેતા એના માટે શક્ય ન બનતું
બીજી બાબત જે મહત્વની આવે તો વાવેરતરનો સમય બીટી કપાસની અંદર મિત્રો ગુલાબી યળના એની એનું જે કહેવાય કે એની લાઈફ સાકલ અથવા જીવનચક્રને બ્રેક કરવું હોય તો એનું વાવેતરનો જે સમય છે થોડોક આપણે કાળજી પૂરો કરવો છે ઘણી વખત પાણીની સગળ હોય આપણે સાસ પાય અને વહેલું ખૂબ વાવેતર મે મહિનામાં કરી દેતા હોય તો એની અંદર ગુલાબી યળ લાગવાની શક્યતાઓ વધારે મારી દ્રષ્ટિએ ચોમાસું આપણું રેગ્યુલર વાવણી લાયક જે વરસાદ થાય 10 15 જૂન આજુબાજુ ત્યારે જ આપણે બેટી કપાસનું વાવેતર કરશું તો આ ગુલાબી યળની ફક્ત હું ધ્યાને લઈને કહું છું ઉત્પાદન વધારવા ઘટાડવા બાબતો કરતા જે ગુલાબી યળનું ગ્રહણ લાગે એના માટે વાવેતરનો સમય છે 15 જૂન આજુબાજુનું સિલેક્ટ કરવું છે
બીજું છે એની અંદર વેરાઈટી મિત્રો જાતો અઢળક કેટલી બધી કંપનીઓને સરકારે માન્યતા આપી છે એમાંય ખાસ કરીને પાકા બિલ સાથે સ્ટાન્ડર્ડ કંપનીનું પાકા બિલ સાથેનું જ આપણે બિયાણ લેવું 4G 5G ના ભાયાજાળમાં ક્યારેય ન આવવું એમનેમ 1500 1200 રૂપિયાની કોઈ ઠેલી આપણે પકડાવી દઈ કોઈ બિલ વગરનું છે ને પછી ઇશયુ આવે છે ભાવીને એમાં ઝીંડવા નથી આવતા ફૂલ નથી આવતા એમાં ઈયળો આવે કે જીવાતો આવે તો એ કોઈપણ આવી લોભામણી જાહેરાતોમાં આવ્યા વગર ફક્ત ને ફક્ત સરકાર માની જે પણ કંપનીઓ છે અથવા એના પાકા બિલ સાથેના બીટી કપાસના બિયારણ લેવા તમારા જે જે પણ જિલ્લામાં સ્થાનિક લેવલે જે સારી જાતો થાતી હોય એ લેવી હું કઈ જાતોના એટલા નામ બોલતો નથી પણ તમને તમારા પ્રગતિશીલ ખેડૂતો આજુબાજુના ખેડૂતો અથવા તમારા સ્થાનિક લેવલના તંત્ર દ્વારા જે પણ ખેતીના ક્ષેત્રે કામ કરતા લોકો દ્વારા તમે થોડીક માહિતી લેકત્ર કરશો એટલે ખ્યાલ આવી જશે પણ એમાં ખાસ વહેલી પાકતી જાત પસંદ કરવી કારણ કે જે જાતનું આપણે વાવેતર જૂન મહિનામાં કરી અને ડિસેમ્બર કે જાન્યુઆરીમાં ફટાક દઈને નીકળી જાય એ પાકનું જો વાવેતર કરશું તો આપણે ને આમાં નફો મળવાની કે સારી આવક મળવાની શક્યતા પૂરી છે એટલે વહેલી પાકથી જાત પસંદ કરવી
એરડીનો ખોળ અને જમીન સારવાર
ત્રીજી મહત્વની વસ્તુ છે કે ગુલાબી અળને પાયાથી જ આપણે અટકાવવી હોય તો એના માટે એરડીના ખોળનો ઉપયોગ ખાસ કરીને કપાસની અંદર પણ મિત્રો આપણે કરી શકાય સાસની અંદર એક વીઘાડીટ 16 ગુઠાના વીઘામાં 50 કિલો લેખે એરડીનો ખોળ આપણે મિત્રો એની અંદર પાયાની અંદર આપી શકીએ તો પણ આ જે જીવાતોનું અવસ્થાઓ છે એને અટકાવવામાં એનો ખૂબ મોટો અથવા ઘણા ફૂગજન્ય રોગને અટકાવવામાં મોટો ફાયદો થશે.
આગળની બજે બાબત છે કે કપાસ વવાઈ ગયો કપાસ ઉગી ગયો અને કપાસ આપણો 15 20 દિવસનો થાય ત્યારે તમારે જો ગુલાબી યળની અવસ્થાઓ આવતી હોય અને કદાચ ઉપર ઝીંડવા ઉપર પછી ગુલાબી યળ આવવાની શક્યતાઓ રહેતી હોય પણ એ પહેલા એના જમીનમાં કોસેટાઓ છે મે કીધું કે કોસેટામાંથી જ પછી ઈયળ નીકળતી હોય તો જમીનમાં રહેલા કોસેટાઓને અટકાવવા માટેની કોઈ ટેકનોલોજી જોવ તો એની ઘણી વખત હું વાત કરું છું કે એન્ટોમોપેથોજેનિક મેનેટોડ મેં ઘણો બધો આનો અભ્યાસ કર્યા પછી હું આ વાત કરું છું કે એન્ટોમોપેથેજેનિક નેમેટોડ કે આ ઈપીએન જે ટેકનોલોજી છે ફાયદાકારક કૃમિઓ છે એને એને જમીનમાં જો આપવામાં આવે ને એક દીઠ 1 કિલો પ્રમાણે જમીનમાં ભેજ હોય ત્યારે પાક ઉગી ગયા પછી 15 20 25 દિવસનો થાય ને તમે જો એક વાર ડ્રેન્ચિંગ સારી રીતે કરી ગયો અને જમીનમાં ભેજ મેન્ટેન રાખો તો એના કોસેટાઓને પણ અટકાવવાનું કામ આ ટેકનોલોજીમાં છે એટલે એના ઈયળ સુધી જાવા જ નથી અને આ ફક્ત ગુલાબી યળ જ નહી મુંડા હોય ગુલાબી યળ હોય વાયરમ એટલે ઘણી બધી પ્રકારની જીવાતો અલગ અલગ પાકોની તો જમીનજન્ય જીવાતો માટે આ એપીએનએ એક એકર દીઠ 1 કિલો પ્રમાણે આપણે શરૂઆતના સમયથી જ નાખી દેવું જોઈએ
ફેરોમેન ટ્રેપ અને જૈવિક નિયંત્રણ
ત્યારબાદ આપણો કપાસ ઉગી જાય અને 25 30 દિવસનો થાય ત્યારે ફેરોમેન ટ્રેપ અહીયા અહયા ફોટો બતાવું છું એક વીઘાડીટ એક ફેરોમેન ટ્રેપ આપણે મોનિટરિંગ માટે અવલોકન માટે મિત્રો લગાડી દેવી જોઈએ અને એને ગુલાબી યળની લ્યુર ફિટ કરવી જોઈએ સમયાંતરે એને લ્યુર બદલાવવી જોઈએ કપાસની જેમ હાઈટ વધે એમ હાઈટ વધારવી જોઈએ પરંતુ શરૂઆતમાં આપણે 25 દિવસનો કપાસ ફૂટનો હોય તો એનાથીએક થીદોઢફૂટ ઉપર એટલે કે 1 ફૂટનો કપાસ હોય તો બે ફૂટે આપણે આ ટ્રેપ લગાડી દઈએ અહ વ્યવસ્થિત જે ફોટો બતાવું એ પ્રમાણે લુર ફિટ કરીએ એની અંદર ફૂદા આવવાના શરૂ થાય તો આપણે અવલોકન થાય ને ખબર પડે
એનાથી આગળ જેવા ફૂલ ખીલે અને બંધ પાખડી વાળા ફૂલ હોય આ રીતના એની પાખડીઓ બંધ હોય એને રોજેટ ફૂલ કહેવામાં આવે જેમ ગુલાબના ફૂલની પાંખડી બંધ હોય એ ફૂલની અંદર ઈયળની પૂરી શક્યતા છે આ ફૂલ તોડી લઈએ ઘણા બધા ખેડૂત મિત્રો આ પદ્ધતિ કરે છે અહીંયા ફોટોગ્રાફ પણ બતાવું છું એ ફૂલ તોડી અને નાશ કરીએ
અને એનાથી આગળ મિત્રો જ્યારે કપાસ 25 30 દિવસનો થાય ને શરૂઆતની અવસ્થામાં ડોઝ મારવાનો થાય કોઈપણ રાસાયણિક દવાઓ કરતા જૈવિક બે દવાઓ ખૂબ સારી છે એક તો બિવેરિયા બાજીયાના નામની જૈવિક જંતુનાશક દવા એક પંપની અંદર 100 g લેખેન નાખીને ઘાટો છટકાવ સાંજના સમયે ભેજ હોય ત્યારે કરીએ અને બીજી છે 1000 ડેટન 1500પીpm એક પંપની અંદર 60 ml નાખીને વારાફરતી છટકાવ કરીએ જીવાતોની જે અવસ્થા અને ગુલાબી હળયની જે અવસ્થાઓને અટકાવવા માટે આ ખૂબ સારું કારણભૂત છે
એના સિવાય ઘણી બધી કેમિકલ દવાઓની આપણે ભલામણ કરી સમયાંતરે કેમિકલ દવાઓ ઉપયોગ કરવી જોઈએ પણ મેં આ વીડિયોની અંદર જે તમને વાત કરી છે ઉપરથી જૈવિક દવાઓનો સ્પ્રે અને ખાસ કરીને નીચે જે ઈપીએન જેવી ટેકનોલોજી ઈપીએનનો ઘણી વખત ઉપરથી પણ ઘણા બધા મિત્રો ઉપયોગ કરતા હોય તો સામાન્ય રીતે ઓછા પ્રકારની જીવાતો અથવા ગુલાબીની અવસ્થાઓને માટે એકાદ ડોઝ તમે શીખશે છે 50 g એ લેટ કે પંપમાં ઓગણી સારી રીતે મારી શકો પણ બેસ્ટ પદ્ધતિ એ છે કે સોઈલ એપ્લિકેશન જમીનમાં એના જે જીવાણુની અવસ્થા છે જે જીવાતોની અવસ્થા છે અટકાવવા માટે ખૂબ સારું કારણભૂત છે