અમદાવાદના માર્ગો પર પ્રદૂષણનો ખતરો : તંત્રની નજર સામે જ ‘સ્વચ્છતા’ના લીરેલીરા

Pollution in Ahmedabad : અમદાવાદના હાટકેશ્વર સહિતના પૂર્વ વિસ્તારોમાં હાલમાં પ્રદૂષણનો ખતરો ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે, જ્યાં મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની ઝોનલ કચેરી અને અર્બન હેલ્થ સેન્ટર જેવી જાહેર જગ્યાઓની બિલકુલ નજીક જ નિયમોનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે.

અમદાવાદના જાહેર માર્ગો પર પ્રદૂષણનો ખતરો!

ખુલ્લેઆમ નિયમોનો ભંગ પણ તંત્ર સદંતર મૌન!

ખુલ્લેઆમ બેફામ સળગાવાય છે પ્લાસ્ટિક વાયર

હાટકેશ્વર વિસ્તારમાં ધોળે દિવસે સળગે છે વાયર

AMC ઓફિસની દીવાલ પાસે જ બેફામ પ્રદૂષણ

Pollution in Ahmedabad : અમદાવાદના હાટકેશ્વર સહિતના પૂર્વ વિસ્તારોમાં હાલમાં પ્રદૂષણનો ખતરો ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે, જ્યાં મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની ઝોનલ કચેરી અને અર્બન હેલ્થ સેન્ટર જેવી જાહેર જગ્યાઓની બિલકુલ નજીક જ નિયમોનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે.

AMC ઓફિસની દીવાલ પાસે જ બેફામ પ્રદૂષણ

ભંગારના ફેરિયાઓ દ્વારા કિંમતી ધાતુઓ મેળવવાની લાલચે પ્લાસ્ટિકના વાયરો અને કેબલોને જાહેરમાં સળગાવવામાં આવતા હોવાથી તેમાંથી નીકળતો ઝેરી અને કેમિકલયુક્ત કાળો ધુમાડો સમગ્ર વાતાવરણને દૂષિત કરી રહ્યો છે. આશ્ચર્યની વાત તો એ છે કે, તંત્ર દ્વારા લાખોના ખર્ચે સ્વચ્છતા અભિયાન (Cleanliness Drive) અંતર્ગત જે દીવાલો પર સુંદર રંગરોગાન કરવામાં આવ્યું હતું, તે જ દીવાલો આ પ્રદૂષિત ધુમાડાને કારણે ગણતરીના દિવસોમાં કાળી ભમ્મર થઈ ગઈ છે. ધોળે દિવસે ચાલતી આ ગેરકાયદે પ્રવૃત્તિને કારણે માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો અને ખાસ કરીને હેલ્થ સેન્ટરમાં આવતા દર્દીઓ તેમજ બાળકોના સ્વાસ્થ્ય પર જોખમ ઊભું થયું છે. સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કે સત્તાધીશોની અવરજવર હોવા છતાં આ ગંભીર બેદરકારી સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી, જે શહેરના પર્યાવરણ અને જાહેર આરોગ્ય બંને માટે જોખમી સાબિત થઈ રહી છે.

Leave a Comment