રાજ્યમાં પાછલા થોડાક સમયથી વીજલાઈનની કામગીરીને લઈને ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સરકારે બજારભાવનું બમણું વડતર આપવાનો નિર્ણય લીધો છે ત્યારે હજુ પણ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. તો આજે આ વીજલાઈનની કામગીરીના વિરોધમાં રાજકોટ જિલ્લાના પડધરી ગામે વિરોધ પ્રદર્શન યોજાયું છે. તો બીજી તરફ મોરબી જિલ્લાના જેતપર ગામે પ્રતીક ઉપવાસના કાર્યક્રમમાં આસપાસના ત્રણ ગામના 400 થી વધારે ખેડૂતો જોડાયા છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી.
ખેડૂતોની મુખ્ય માંગણીઓ
વીજલાઈનની કામગીરીને લઈને સરકાર દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો તેને લઈને ખેડૂતોમાં આક્રોશ યથાવત છે. રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં આજથી ત્રણ દિવસ માટે ખેડૂતો પ્રતીક ઉપવાસ પર બેસી ગયા છે. પડધરીમાં આ પ્રતીક ઉપવાસનું આયોજન ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા કરવામાં આવી છે. સવારે દીપ પ્રાગટ્ય કરીને ઉપવાસ છાવણીની શરૂઆત કરવામાં આવી છે.
પડદરી તાલુકાના ખજરૂડી, ખોડાપીપર સહિત 44 ગામોના ખેડૂતોને વીજપોલ ઊભા કરવાની કાર્યવાહી અંગે નોટિસ આપવામાં આવી છે. હાલ પ્રથમ દિવસે 15 થી વધુ ખેડૂતો ઉપવાસ પર બેઠા છે. પ્રતીક ઉપવાસ પર બેઠેલા ખેડૂતોને સમર્થન આપવા માટે વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં ગ્રામજનો અને ખેડૂત આગેવાનો સમર્થન આપવા પહોંચી રહ્યા છે. એટલું જ નહીં તંત્ર દ્વારા પડધરીમાં ઉપવાસ છાવણી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ખેડૂતોના આક્ષેપ છે કે વીજ કંપની કોઈ પૂર્વ સૂચના આપ્યા વિના સીધા જ ખેતરની વચ્ચે વીજપોલ ઊભા કરી રહી છે જેના કારણે ખેતીનું કામ અટકે છે. ટ્રેક્ટર ફેરવવામાં તકલીફ પડે છે અને પાકને પણ નુકસાન થાય છે. આ ઉપરાંત વીજલાઈનની કામગીરીમાં બજારભાવના બે ગણા જે વડતર આપવાની જાહેરાત થઈ છે પરંતુ તેની જગ્યાએ અમારે ચાર ગણું વડતર જોઈએ છે.
સમિતિના હોદ્દેદારોએ ચેતવણી આપી છે કે જો તંત્ર દ્વારા વાટાઘાટ માટે પહેલ કરવામાં નહીં આવે તો આગામી તબક્કામાં રેલી અને રાજ્યસ્તરનું આંદોલન પણ કરવામાં આવશે. અને હાલ તો તંત્ર તરફથી તો કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે નથી આવી. હવે આ સમગ્ર મામલે ખેડૂત આગેવાનોની પ્રતિક્રિયા સામે આવી છે. આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે?
જે રીતે સુરેન્દ્રનગર, કચ્છ અને મોરબી જિલ્લામાં વીજલાઈન પસાર થઈ રહી છે એ જ રીતે પડદરી તાલુકામાં અનેક ગામોમાંથી આ વીજલાઈન પસાર થઈ રહી છે. ખેડૂત જાગૃત થયા છે. ખેડૂતોએ પોતાની માંગ માટે ન્યાય માટે આજે પડધરી તાલુકામાં 17, 18, 19 આમ ત્રણ દિવસ સુધી આ જ જગ્યા ઉપર પ્રતીક ઉપવાસનું એક કાર્યક્રમ આપ્યો છે. સરકારને ઢંઢોળવા માટે ખેડૂતોની જે માંગ છે કે ચાર ગણું વર્તર જે કેન્દ્ર સરકારનો કાયદો છે એ પ્રમાણે જમીનની બજાર કિંમતના ચાર ગણા કરી આપવામાં આવે. જે પરિપત્ર કરવામાં હમણાં સરકારે કર્યો છે એ ના મંજૂર છે. અને આગામી કાર્યક્રમો ગાંધીજીધિયા માર્ગે આ રીતે દરેક જિલ્લામાં થવાના છે. જ્યાં જ્યાં રીજ લાઈનો નીકળી રહી છે ત્યાં ખેડૂતો પોતાની માંગ મજબૂત કરવાના છે. અને આવતા દિવસોમાં આંદોલન વધુ મજબૂત થશે એવું ખેડૂતોનો સૂર છે.
અમારે બળદરી તાલુકામાં ધોમડા ગામ આવે છે. જ્યારે અમારા ગામની અંદર આજે 60ક ખેડૂતોને નોટીસ આવેલી છે. પોલની તારની નોટીસો આવેલી છે. એમ તો બધી થઈને 150 નોટીસો આવેલી છે. અને જ્યારે આ લોકોએ કંપની વાળાએ સર્વે કર્યું છે કે આતે કાઈ કર્યું છે ત્યારે કોઈ ખેડૂતને કે કોઈને પંચાયતને કોઈને જાણ કરેલી નથી. જાણ બહાર સર્વે કરેલું છે. માટે અમે કંપનીને અને સરકારને એ પણ કહીએ છીએ કે ખેડૂતને અને પંચાયતને બધાને સાથે રાખીને સર્વે કાયદા પ્રમાણે સર્વે કરવું જોઈએ. અને ખેડૂતને જેટલી બને એટલી ખેતીને નુકસાન ઓછું થવું જોઈએ.
બાકી રહી વાત વડતરની તો વડતરના પ્રશ્ને ખેડૂત દુઃખી છે અને ખેડૂતને કઈક પ્રોબ્લેમ છે એના માટે જ ખેડૂત આજે રોડે ચડેલો છે. આંદોલનમાં બેસે છે, ઉપવાસ ઉપર બેસે છે. અને ઈ જો હજી આ માંગ સ્વીકારવામાં નહી આવે તો દિવસે દિવસે ખેડૂત એકતા વધતી જશે. અને ખેડૂતની માંગ પૂરી કરવા માટે ખેડૂતને આજે મજબૂરીથી રોડે ચડવું પડશે. કોર્ટના સરણા લેવા પડશે. માટે સરકારને ખાસ વિનંતી કરી છે કે કંપનીને કાયદાનું પાલન કરાવડાવે અને કાયદા પ્રમાણે લાઈનનું સર્વે કરાવડાવે. લાઈન નખાવવામાં કોઈ વાંધો નથી. કાયદા પ્રમાણે લાઈનનું સર્વે કરાવડાવે અને કાયદા પ્રમાણે વળતર અપાવડાવે તો ખેડૂતને કોઈ પ્રશ્ન નથી. માટે બને ત્યાં સુધી સરકાર વહેલી તકે આની કઈક નિવારણ લાવે એ બધા ખેડૂત વતી વિનંતી.
પડધરી તાલુકામાં આશરે 44 ગામોમાં લાઈન નીકળે છે. એમાં 10 ગામના નોટીસ આવી ગઈ છે. ખેડૂતોની એવી માંગ છે કે જે યોગ્ય વળતર મળવું જોઈ ને એ મળે. જે અતર જમીનના ભાવ બહુ વધી ગયા છે અને આ લાઈન નીકળવાથી જમીનના ભાવ મફતના ભાવે વહેચાય છે. અને ખેડૂતોની માંગ એવી હતી કે જે બે ગણું વરતર જાહેર કર્યું છે એ યોગ્ય નથી. ખેડૂતોને ખરેખર જે બજાર કિંમત પર ચાર ગણું વરતર આપવામાં આવે અથવા કોઈ પણ યોગ્ય ભળા પેટે પણ આપવામાં આવે એવી માંગ હતી.
જય જવાન જય કિસાન. વાત કરીએ મોરબી જિલ્લાના જેતપરની તો ત્યાં આંદોલન પાર્ટ 3રી શરૂ કરવામાં આવ્યું છે. આજે જેતપર આંદોલન છાવણી ખાતે નાના દેવડિયા, મોટા દેવડિયા અને ગોકુલિયા ગામના લોકો આવ્યા હતા. આજે જેતપુર ગામે સવારે 9:00 થી સાંજના 6 વાગ્યા સુધી પ્રતીક ઉપવાસ રાખવામાં આવ્યા છે. આજે જેતપુર મુકામે 400 ગામના ખેડૂતો ઉમટી પડ્યા હતા. અને અનેક આંદોલનકારી જે ખેડૂતો છે તેમણે હવે રામધૂન બોલાવીને પણ વિરોધ કર્યો છે.
તો વાત કરીએ વિજલાઈનની કામ ગરીની તો ડિસેમ્બર 2025 માં સૌપ્રથમ કચ્છના મુંદ્રા ખાતે ખેડૂતોનો વિરોધની શરૂઆત થઈ હતી. ખેડૂતોનો આક્ષેપ છે કે જે વીજલાઈન નાખવામાં આવે છે તેમને યોગ્ય વડતર જોઈએ. આ ઉપરાંત જે પોલીસ પ્રોટેક્શન કંપનીના કર્મચારીઓને આપવામાં આવે છે તે પણ દૂર થાય. અને જે બજાર કિંમત છે તે યોગ્ય રીતે નક્કી થવી જોઈએ.
આ પછી સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો અને સરકારે જાહેરાત કરી કે તેમને બજાર ભાવના બે ગણા જેટલું વડતર આપવા આપવામાં આવશે. સાથે જ એક એમઆરસી કમિટી પણ બનાવવામાં આવશે જેમાં ખેડૂત પ્રતિનિધિ પણ હાજર રહેશે. પરંતુ સરકારની આ જાહેરાત થઈ હોવા છતાં ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. અને આ અગાઉ પણ જેતપર ગામના ખેડૂતોએ મોરબી જિલ્લાના કલેક્ટરને ખૂબ વિશાળ પદયાત્રા કરીને આવેદન પત્ર આપ્યું હતું.
ખેડૂતોની માંગણી છે કે એમને બજારભાવના ચાર ગણું વળતર જોઈએ. આ ઉપરાંત તેમને સરકાર પાસે એ પણ અપેક્ષા છે કે જો શક્ય હોય તો જ્યાં એ વીજલાઈન નાખવાની હોય તે આખી જમીન ભાડે લઈ લેવામાં આવે ને પછી ખેડૂતોને નિયમિત ભાડું આપવામાં આવે. તો જોવાનું એ રહે છે કે હવે આજે નવું આંદોલન જે ઊભું થઈ રહ્યું છે રાજ્યમાં તેને કેવો પ્રતિસાદ મળે છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું.