૩૦ દિવસે મગફળીની મુખ્ય ૩ સમસ્યાઓ અને તેનુ નિરાકરણ | મગફળી પીળી પડે, ઊભી સુકાય અને જીવાત

ખેડૂત મિત્રો, આજના કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે જે વાત કરવી છે એ વાત કરવી છે મગફળીના પાકની. આમ તો વરસાદ આ વર્ષે થોડોક લેટ થયો. ઘણી જગ્યાએ જ્યાં પાણીની સગવળ હતી ત્યાં તો કદાચ જૂનની શરૂઆતમાં વાવેતર થઈ ગયા, એટલે એકાદ મહિનાની મગફળી થઈ ગઈ. જ્યાં પાણીની સગવડ નહોતી ને વરસાદ આધારિત થતી હતી ત્યાં વાવેતર થયા છે જુલાઈની શરૂઆતના અઠવાડિયામાં, એટલે કે જુલાઈના પહેલા અઠવાડિયાની અંદર મોટા ભાગના વિસ્તારોમાં વાવણી થઈ. વાવેતર થાય હજી ઘણી જગ્યાએ વરસાદ પણ બાકી છે. ઘણી જગ્યાએ અતિવૃષ્ટિ થઈ, ખૂબ વરસાદ પડ્યો. તો અલગ અલગ પરિસ્થિતિઓ, ગુજરાતની અલગ અલગ પ્રાંતની પરિસ્થિતિ છે.

પરંતુ આજે મારે જે ચર્ચા કરવી છે, ચર્ચા કરવી છે મગફળીના પાકની અંદર શરૂઆતની અવસ્થામાં જ્યારે મગફળી આપણે વાવીએ છીએ અને વાવ્યા પછીની જે રોગની સમસ્યા છે ને એ રોગ માટેનું સચોટ અને સસ્તું નિરાકરણ કયું હોઈ શકે. કારણ કે ઘણી વખત આ રોગને ઓળખા વગર આપણે અલગ અલગ પદ્ધતિઓથી અલગ અલગ રીતે ખર્ચા કરતા હોય પણ એનું પરિણામ નથી મળતું. આ શરૂઆતની સમસ્યા એટલે ઉકસુકનો રોગ, કાળી ફૂગનો રોગ કહીએ. ખેડૂત મિત્રો સુકારા તરીકે ઓળખે, ઘણા વિસ્તારોમાં તળકીડી તરીકે ઓળખાય. કહેવાનો અર્થ એ છે કે મગફળી વાવી દીધા પછી આઠ-દસ દિવસમાં જ્યારે ઉગે, ઉગ્યા પછીથી લઈને એક મહિના સુધી અને એમાંય જેમ ટેમ્પરેચર વધે, ખાસ કરીને વાવેતર થયા પછી વરસાદ ખેંચાણો હોય. ઘણી વખત પહેલું વાવેતર અગોતરો આપીને કર્યું હોય ને પછી વરસાદ ન પડ્યો હોય તો એ સમયમાં આ સમસ્યા જોવા મળતી. એટલે ઉકસુકનું રોગ જેને કોલાર રોટ તરીકે ઓળખીએ છીએ. તો આ રોગ છે એ આવા પાછળના કારણો અને એને કઈ રીતના નિયંત્રણની સસ્તી પદ્ધતિથી કરી શકાય. બીજું આની સાથે સાથે મિત્રો એ પણ સમસ્યા હોય છે ઘણી વખત કે ખાસ કરીને પાછલી અવસ્થાએ સફેદ ફૂગનો રોગ આવે કે જેને સ્ટેમ રોડ કે ક્લેરોશિયમ રોલ્સાય નામની ફૂગથી થતો આ રોગ છે જેને રાખોડી તરીકે ઓળખીએ અને સફેદ ફૂગના રોગ તરીકે ઓળખતા હોય. તો એ રોગના નિરાકરણ માટેના પણ પગલા ક્યાં ભરવા જોઈએ. ત્રીજી સમસ્યા આ ખેડૂત મિત્રો એ હોય છે ઘણા બધા મને ફોન અત્યારે આવે છે અને પ્રશ્નો પૂછે છે: ટ્રાયકોડર્મા, સુડોમોનાસ અને માઈકોરાઈઝા પણ સાથે નાખી દેવું કે ન નાખવું જોઈએ.

જૈવિક નિયંત્રણ – ટ્રાયકોડર્મા, સુડોમોનાસ અને માઈકોરાઈઝા

તો આ બધા જ પ્રશ્નોના જવાબો મારે આજના વીડિયોની અંદર આપવા છે. તો વિડીયો અંત સુધી જોજો, તમારા માટે કામનો છે. મગફળી વાવતા દરેક ખેડૂતોએ આ ટ્રીટમેન્ટ શરૂઆતથી કરશે તો મગફળીની અંદર ચોક્કસથી ઓછા ખર્ચે સારું ઉત્પાદન પણ મિત્રો લઈ શકશો. તો વિડીયો શરૂ કરવી એ પહેલા આપ સર્વેને વિનંતી છે કે મિત્રો આપ ચેનલની અંદર નવા હો, હજી સુધી આ ચેનલ સબ્સ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લો. ત્યારબાદ ઘંટડીના બટન ઉપર ક્લિક કરો, ઓલ નોટિફિકેશન આવી જશે અને તમામ પ્રકારના વિડીયો તમને સમયસર મળતા થશે. તો મિત્રો, શરૂઆતની અવસ્થાની જે ફૂગ કીધી કે જેને કોલરરોટ તરીકે ઓળખીએ, એસ્પરજીલસ નાઈઝર નામની ફૂગથી થતો આ કાળી ફૂગનો રોગ છે. ફૂગના જીવાણુઓ અહીંયા ફોટોગ્રાફમાં પણ બતાવું છું કે નીચે બજરિયા જેવા કલરના ઝીણા ઝીણા ઝીણા ઝીણા ટપકા સ્વરૂપે અને હાથમાં આમ ખસીએ તો બજર જેવો કલર હોય એવા તમને જીવાણુ મૂળના ભાગની અંદર અથવા તો જ્યારે છોડ ઉગે ત્યારે અથવા તો છોડ ૧૫-૨૦ કે ૨૫ દિવસનો થાયને ખેસી જ્યારે એના મૂળની અંદર જોવા મળે તો આ ઉકસુકનો રોગ છે. આવા પાછળના ઘણા બધા કારણો મેં કીધું. એ મેસ્પરજીલસ નામની ફૂગ ત્યાં ફેલાતો રોગ છે. જેમ ટેમ્પરેચર વધે કારણ કે જમીનની અંદર ગરમીનું પ્રમાણ વધે. આપણે વાવેતર કરી દઈએ છીએ ભનામાં પછી સમય ટૂંકમાં પાણી નથી મળતું અથવા વરસાદ નથી થતો તો એ સમયમાં ટેમ્પરેચર જેમ બહારનું ટેમ્પરેચર વધે છે અને જમીનનું ટેમ્પરેચર વધવાની લીધે ફૂગનો ફેલાવો ઝડપથી થાય. ત્રીજું, ઘણી વખત આંતરખેડ કરી નાખીએ છીએ તો એક ડેમેજ વાળો છોડ જ્યારે આગળ જાય છે ત્યારે પણ એ ફૂગનો ફેલાવો વધે છે. એના સિવાયનું કારણ છે કે જમીન પોલી રહે, જમીન પોછી રહેતી હોય. ઘણી વખત સમાર વ્યવસ્થિત રીતે ન મારતા હોય તો પણ આ ફૂગનો પેલાવો વધે.

પટ આપવાની પદ્ધતિ ઘણા બધા મિત્રો હવે તો પટ આપવાની ચોક્કસ પદ્ધતિથી પટ આપે છે પણ હજી પણ ક્યાંક ભૂલ થાય. મેં ઘણી વખત કીધું છે કે સારી ફૂગનાશક દવા કાર્બોક્ઝીન પ્લસ થાયરમ જેવી ફૂગનાશક દવાઓનો પટ ૧૦ થી ૧૨ કલાક પહેલા પાવડર ફોર્મ વાળી દવા ૧૦ થી ૧૨ કલાક પહેલા દાણાની અંદર એ કિલો દાણાથી ૨.૫ થી ૩ ગ્રામ એટલે કે આપીને વાવેતર કરવું જોઈએ. આ આપશો તો ૭૦-૮૦% તમને ફાયદો થઈ. નિરાકરણ માટે શું કરવું જોઈએ મિત્રો? ઘણી બધી પદ્ધતિઓ છે, સંકલિત નિયંત્રણની પદ્ધતિઓ છે. એમાં જૈવિક નિયંત્રકો છે અને કેમિકલ છે. આપણે જૈવિક નિયંત્રકો ઉપર વધારેમાં વધારે જોર દેવાનું છે કારણ કે જૈવિક નિયંત્રકો લાંબા ગાળાનું નિયંત્રણ આપશે, અંતે તમને સસ્તા પડશે, જમીન, પર્યાવરણ અને માણસના સ્વાસ્થ્ય માટે પણ નુકસાનકારક નથી. એના માટે બે જેવી ફૂગનાશકો આપણી કૃષિ યુનિવર્સિટીઓએ ભલામણ કરી છે. પહેલી છે ટ્રાયકોડર્મા, એની અંદર બે સ્પીસીઝ આવે: ટ્રાયકોડર્મા હાર્જેનિયમ અથવા ટ્રાયકોડર્મા વીરડી. અને બીજી છે સુડોમોનાસ ફ્લોરોસન્સ. આ બે વસ્તુઓને, આ બેય જૈવિક નિયંત્રકોને આપણે ખૂબ સારી રીતે વાપરવાના છે. બેય જૈવિક ફૂગ છે. હવે એને વાપરવાની જે પદ્ધતિ છે મિત્રો, ખૂબ સારી રીતે જો વાપરશું તો એના પરિણામ સારા મળશે. ટ્રાયકોડર્મા એક વીઘાડીઠ ૧ કિલોની ભલામણ કરું છું. સુડોમોનાસ એક વીઘાની અંદર ૫૦૦ ગ્રામ. આ બંનેને મિક્સ કરી અને ખાસ મિક્સ કરીએ ત્યારે એ કાળજી રાખીએ. જો એરંડીનો ખોળ મળે સારો તો એરંડા ખોળ સાથે મિક્સ કરીએ અથવા તો આપણું દેશી સારું ગળતીયું છાણીયું ખાતર અથવા તો કોઈ ઓર્ગેનિક મેટર સાથે મિક્સ કરીએ. આને મિક્સ કરી અને આપણી જમીનમાં જ્યારે પૂરે પૂરો ભેજ હોય અને એમાંય હું તો એવું કહું છું કે મગફળી વાવી ગયો છે, મગફળી તમારી ઊગી જાય ૧૫-૨૦-૨૫ દિવસની મગફળી થાય અને એ સમયે જો વરસાદી ઝાપટું હોય અથવા આપણે પિયત આપ્યું હોય અથવા જમીનમાં પૂરો ભેજ હોય ત્યાં સાંજના સમયે પાંચ વાગ્યાની આજુબાજુના સમયે જો આ એક વીઘા જે માપ કીધું એને ઉડાડી દેવામાં આવે અને એનો જો સારી રીતે આપણે નાખી દઈએ જમીનમાં તો જમીનમાં જઈ અને આ સૂક્ષ્મ જીવાણુ ખૂબ સારી એક્ટિવિટી કરી અને જમીનજન્ય જે ફૂગ મેં તમને બંને કીધી કોલારોટ સ્ટેમરોટ કાળી ફૂગ અને સફેદ ફૂગ બંનેને સારામાં સારી રીતે નિયંત્રણ કરશે.

માઈકોરાઈઝા અને અંતિમ સલાહ

ત્રીજી વસ્તુ આવે માઈકોરાઈઝા ઘણા બધા મિત્રોને પ્રશ્નો હતા કે બધું એકારે મિક્સ કરીને નાખી દઈએ તો હું માનું છું કે એક જૈવિક ફૂગ છે જેને બાયો ફંજીસાઈડ તરીકે ઓળખીએ ટ્રાયકોડર્મા સુડોમનસ વર્ગની છે બીજી છે એ જૈવિક ખાતર સ્વરૂપે માઈકોરાઈઝાનો ઉપયોગ જનરલી આપણે ખેતરમાં કરવાનો છે પણ મારી સ્પષ્ટ ભલામણ છે કે ખેડૂત મિત્રો આ બધી વસ્તુઓ આપણે જ્યારે ખેતરમાં નાખીએ તો માઈકોરાઈઝા પણ ઘણા પ્રકારના આવે દાણાદાર સ્વરૂપની અંદર આવે પાવડર સ્વરૂપની આવે લિક્વિડ સ્વરૂપ માં એટલે ડ્રીપ ઇરગેશનની અંદર આપી શકાય ઉપર છટકાવ કરીને દાણાદાર સ્વરૂપ હોય એને નાખી શકીએ સાસની બાજુ બાજુમાં આપી શકાય પરંતુ ટ્રાયકોડરમા સુડોમનસની પદ્ધતિ થયા પછી બે ચાર દિવસનો ગેપ રાખી અને જો માઈકોરાઈઝા અલગથી આપણે આપશું અને માઈકોરાઈઝા પણ સારી ગુણવત્તાના બજારમાંથી ખરીદી અને આપશું તો ચોક્કસથી જમીન માટે ખૂબ ફાયદાકારક આ વસ્તુઓ છે. મારા નંબર છે ૯૫૫૮૨૯૪૮૨૮. આ નંબરમાં કોલ વોટ્સએપ કરશો સાથે મળીને ખેતીને સુધારવાના પ્રયત્ન કરશું.

Leave a Comment